News Updates
ENTERTAINMENT

રાજ કપૂર અને પ્રેમ ચોપરા છે સાઢુ ભાઈ, ચોપરા પરિવારનું કરિના કપુર સાથે છે ખાસ કનેક્શન ચોપરા પરિવારનો નાનો જમાઈ છે ગુજરાતી

Spread the love

મુંબઈ બોલિવૂડના પ્રખ્યાત વિલન પ્રેમ ચોપરા 88 વર્ષના થઈ ગયા છે. પ્રેમ ચોપરાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, તે હિરો બનવા માંગતા હતા પણ તેને વિલનની ભુમિકામાં વધુ ફિલ્મો મળતી હતી. જાણો ચોપરા પરિવાર (Prem Chopra Family) વિશે.

પ્રેમ ચોપરાએ ઉમા સાથે 1969માં લગ્ન કર્યા હતા. કરીના કપૂરની દાદી ઉમા ચોપરા કૃષ્ણા રાજ કપૂરની બહેન છે. આ સંબંધને કારણે રાજ કપૂર અને પ્રેમ ચોપરા સાઢુ ભાઈ છે. પ્રખ્યાત અભિનેતા પ્રેમનાથ, રાજેન્દ્ર નાથ અને નરેન્દ્ર નાથ પ્રેમ ચોપરાના સાળો છે.

પ્રેમ ચોપરાએ રાજ કપૂરની પત્ની કૃષ્ણાની બહેન ઉમા સાથે લગ્ન કર્યા છે. જાણીતા લેખક અને દિગ્દર્શક ટંડન પ્રેમ ચોપરા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. જ્યારે પ્રેમ ચોપરા રણધીર અને ઋષિ કપૂરના પણ સંબંધી છે.પ્રેમ ચોપરા 6 ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે.

પ્રેમ ચોપરાને ત્રણ દીકરીઓ છે. રકિતા, પુનિતા અને પ્રેરણા. મોટી દીકરી રકિતાએ લેખક અને ડિઝાઇનર રાહુલ નંદા સાથે લગ્ન કર્યા છે.રકિતા અને રાહુલ નંદાને રિશા નામની પુત્રી છે.

અભિનેતા પ્રેમ ચોપરાની બીજી પુત્રી પુનિતાએ ગાયક અને ટીવી અભિનેતા વિકાસ ભલ્લા સાથે લગ્ન કર્યા છે. બંન્ને 2 બાળકોના માતા પિતા છે. પુનીતા અને વિકાસ ભલ્લાને એક પુત્રી સાંચી અને પુત્ર વીર છે

જ્યારે નાની દીકરી પ્રેરણાના લગ્ન શરમન જોશી સાથે થયા છે. શરમને સ્ટાઈલ, એક્સક્યુઝ મી અને 3 ઈડિયટ્સ જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રેરણા અને શરમન જોશીને પુત્રી ખિના અને જોડિયા વિહાન અને વર્યાન છે.અભિનેતા શરમન જોશી પ્રેમ ચોપરાના સૌથી નાના જમાઈ છે. આ સાથે શરમન પ્રખ્યાત ટીવી એક્ટર રોહિત રોયનો સાળો પણ છે. તેની બહેન માનસી જોશી રોહિત રોયની પત્ની છે


Spread the love

Related posts

મહામારી વચ્ચે ભારતમાં સ્વદેશી વેક્સીન બનાવનાર Corona Warriersની રીયલ સ્ટોરી

Team News Updates

યામી ગૌતમ ટૂંક સમયમાં માતા બનશે:ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન એક્ટ્રેસનો બેબી બમ્પ જોવા મળ્યો, લગ્નના 3 વર્ષ બાદ આપ્યા સારા સમાચાર

Team News Updates

IPLમાં આજે LSG vs MI:પ્લેઓફમાં પહોંચવા માટે બન્નેને જીતવાની જરૂર છે; સંભવિત પ્લેઇંગ-11 જાણો

Team News Updates