News Updates
ENTERTAINMENT

એશિયાડમાં ભારતે વિજય સાથે શરૂઆત કરી:વોલીબોલ ટીમે કંબોડિયાને 3-0થી હરાવ્યું; ફૂટબોલ ટીમ ચીન સામે 1-5થી હારી ગઈ

Spread the love

19મી એશિયન ગેમ્સમાં ભારતે જીત સાથે શરૂઆત કરી છે. ચીનના હાંગઝોઉ શહેરમાં ચાલી રહેલી આ ગેમ્સમાં મંગળવારે ભારતીય પુરુષ વોલીબોલ ટીમે લીગ મેચમાં કંબોડિયાને 3-0થી હરાવ્યું હતું, જ્યારે ગ્રુપ-A ફૂટબોલ મેચમાં ભારતીય પુરુષ ફૂટબોલ ટીમને ચીન સામે 5-1થી હાર મળી હતી.

ભારતીય પુરુષ વોલીબોલ ટીમની બીજી લીગ મેચ બુધવારે દક્ષિણ કોરિયા સામે થશે જ્યારે ફૂટબોલ ટીમ ગુરુવારે બાંગ્લાદેશ સામે ટકરાશે. 

વોલીબોલ: અમિતે સૌથી વધુ પોઈન્ટ મેળવ્યા
ભારતીય પુરુષ વોલીબોલ ટીમે ગ્રુપ Cની ત્રીજી મેચમાં એકતરફી જીત હાંસલ કરી હતી. ટીમે પ્રથમ ગેમમાં કંબોડિયાને 25-14ના માર્જીનથી હરાવ્યું હતું. ટીમે પ્રથમ ગેમ 22 મિનિટમાં જીતી લીધી હતી. એ જ રીતે બીજી ગેમ 19 મિનિટમાં 25-13 અને ત્રીજી ગેમ 19 મિનિટમાં 25-19થી જીતી હતી.

જર્સી નંબર-11 અશ્વરાજે ભારતીય ટીમ માટે સૌથી વધુ પોઈન્ટ બનાવ્યા. તેણે 17 પોઈન્ટ બનાવ્યા, જ્યારે કંબોડિયાના જર્સી નંબર-15 મોર્ગને સૌથી વધુ 9 પોઈન્ટ બનાવ્યા.

ફૂટબોલઃ ટીમ ઈન્ડિયાએ પહેલા હાફમાં સારી લડત આપી, બીજા હાફમાં 4 ગોલ જવા દીધા
ભારતીય ફૂટબોલ ટીમને મેન્સ ફૂટબોલના ગ્રુપ Aની પ્રથમ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમને યજમાન ચીન સામે 5-1ના માર્જીનથી હરાવ્યું હતું. હાલમાં, ભારત વિશ્વ રેન્કિંગમાં 101મા ક્રમે છે, જ્યારે ચીન 81મા ક્રમે છે.

પરંતુ ભારતીય ટીમ બીજા હાફમાં પોતાની ગતિ જાળવી શકી ન હતી અને યજમાન ટીમે એક પછી એક વધુ ચાર ગોલ કર્યા હતા.

રાહુલ કેપીએ 9 વર્ષ બાદ એશિયાડમાં ગોલ કર્યો
પ્રથમ ફૂટબોલ લીગ મેચમાં બંને ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ગાઓ તાઈએ 17મી મિનિટે યજમાન ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી, જોકે, ભારતીય સ્ટાર રાહુલ કેપીએ પ્રથમ હાફના ઈન્જરી ટાઈમમાં ગોલ કરીને સ્કોર બરાબરી કરી હતી. અહીં હાફ ટાઈમ સુધી સ્કોર 1-1થી બરાબર હતો.

રાહુલ કેપીએ 9 વર્ષ બાદ એશિયન ગેમ્સમાં ભારત માટે ગોલ કર્યો હતો, જોકે બીજા હાફમાં ચીનના ડાઈ વેઈજુને 51માં, તાઓ કિઆંગલોંગે 72માં અને 75માં અને ફેંગ હાઓએ મેચના ઈન્જરી ટાઈમમાં ગોલ કર્યા હતા.


Spread the love

Related posts

તાપસી પન્નુ ટૂંક સમયમાં બોયફ્રેન્ડ મેથિયાસ સાથે લગ્ન કરશે:કપલ 10 વર્ષથી રિલેશનશિપમાં છે, લગ્ન ક્રિશ્ચિયન રિવાજ મુજબ ઉદયપુરમાં થશે

Team News Updates

દિલ્હીના થિયેટરમાં પહોંચ્યો હતો સની દેઓલ:હિંદુસ્તાન ઝિંદાબાદ નારા લગાવ્યા, 22 વર્ષ પછી ફરી રિલીઝ થશે ‘ગદર’ ફિલ્મની સિકવલ

Team News Updates

સાઉથના સુપરસ્ટાર રામ ચરણના ઘરે ગુંજી કિલકારી:પત્ની ઉપાસનાએ દીકરીને જન્મ આપ્યો, લગ્નના 11 વર્ષ બાદ માતા-પિતા બન્યા

Team News Updates