વર્ષ 2011 માં, જુબિને સંગીત પ્રતિભા શો એક્સ-ફેક્ટરમાં ભાગ લીધો હતો. ટોપ 25માં પહોંચ્યા બાદ તે શોના જજ સોનુ નિગમને પ્રભાવિત કરી શક્યો નહીં. આ રાઉન્ડમાં તેણે અંજના અંજાની ફિલ્મનું ગીત તુઝે ભુલા દિયા ગાયું હતું.
જુબિન નૌટિયાલનો જન્મ 14 જૂન, 1989ના રોજ ઉત્તરાખંડના દેહરાદૂન પાસેના એક ગામમાં થયો હતો. જુબિનના જન્મ પછી તેનો આખો પરિવાર ગામથી દહેરાદૂન શહેરમાં શિફ્ટ થઈ ગયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ સેન્ટ જોસેફ એકેડમી, દેહરાદૂનમાંથી મેળવ્યું હતું.
ત્યાં મ્યુઝિક ક્લાસ ન મળવાને કારણે, ઝુબિને વેલ્હામની બોયઝ સ્કૂલમાં એડમિશન લીધું. તેમની શાળામાં મ્યુઝિકનો ખાસ ક્લાસ હતો. તે માત્ર 4 વર્ષની ઉંમરથી શાસ્ત્રીય સંગીત શીખ્યો હતો. જુબિન વર્ષ 2007માં સંગીતમાં પોતાની કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવ્યો હતો. ત્યાં મીઠીબાઈ કોલેજમાં એડમિશન લીધું.
રિયાલિટી શોમાં થયો રિજેકટ
વર્ષ 2011 માં, જુબિને સંગીત પ્રતિભા શો એક્સ-ફેક્ટરમાં ભાગ લીધો હતો. ટોપ 25માં પહોંચ્યા બાદ તે શોના જજ સોનુ નિગમને પ્રભાવિત કરી શક્યો નહીં. આ રાઉન્ડમાં તેણે અંજના અંજાની ફિલ્મનું ગીત તુઝે ભુલા દિયા ગાયું હતું. શોના અન્ય જજ સંજય લીલા ભણસાલી અને શ્રેયા ઘોષાલને આ ગીત ગમ્યું, પરંતુ સોનુને આ ગીત બહુ ગમ્યું નહીં. તેમ જ જુબિનને શોમાં આગળ તો ગયો પણ પછી તેને રિજેક્ટ પણ કરી દેવામાં આવ્યો હતો તે બાદ પણ સતત પ્રયાસો અને બેહતરથી બેહતર કરવાની તેની ધગસ તેને આગળ લઈ ગઈ અને 2014માં તેનું એક સોંગ હિટ થઈ ગયું.
2014 થી મળી લોકપ્રિય
જુબિન 2014માં આવેલી ફિલ્મ સોનાલી કેબલમાં ‘એક મુલાકત’ ગીત ગાયા બાદ લોકપ્રિય બન્યો હતો. આ પછી તે અને તેની સફળતા આગળને આગળ વધતી ગઈ. જે બાદ અનેક હિટ ગીતો ગાયા તેણે ‘હમ્મા હમ્મા’, ‘તુઝે કિતના ચાહે ઔર હમ’, ‘તુમ હી આના’, ‘લૂટ ગયે’, ‘રતા લાંબિયાં’ જેવા ઘણા સુપર હિટ ગીતો આપ્યા છે.
જુબીનની લવ લાઈફમાં આ અભિનેત્રી હોવાની ચર્ચા
બોલિવૂડ હંગામાને આપેલા ઈન્ટરવ્યુમાં જુબિને કહ્યું હતું કે તેમના જીવનમાં એક ખાસ છોકરીની એન્ટ્રી થઈ છે. તેણે કહ્યું- હા, મને કોઈ મળી ગયું છે. હું નામ આપવા માંગતો નથી, પરંતુ મને લાગે છે કે મને ગમતી વ્યક્તિ મળી છે. ચાલો જોઈએ આગળ શું થાય છે. ઝુબિન અભિનેત્રી નિકિતા દત્તા સાથે મ્યુઝિક વીડિયો મસ્ત નઝરમાં જોવા મળ્યો હતો. આ ગીતના રિલીઝ પહેલા તેમના અફેરને લઈને ઘણી અફવાઓ ઉડી હતી. જોકે ઝુબિને નિકિતાને માત્ર તેની સારી મિત્ર જ કહી હતી.