News Updates
NATIONAL

અટારી-વાઘા બોર્ડરથી જૈનાચાર્ય પાક. ગયા:આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજે પગપાળા પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો, કહ્યું: તમારો અવાજ બનીને જઇ રહ્યો છું

Spread the love

ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પહેલીવાર કોઇ જૈન સંત ભારતથી પાકિસ્તામાં વિહાર કરવા નીકળ્યા છે. વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ આજે (21 મે 2023) અટારી-વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. તેઓ આવતીકાલે 22 મેના રોજ લાહોરના ગુજરાવાલામાં સરકારી મ્યુઝિયમ સ્થિત જૈનોના ગચ્છોના ગુરુદેવ વિજયાનંદસુરી મહારાજ(આત્મારામજી મહારાજ)ની ચરણપાદુકાનાં દર્શન કરશે.

આ દિલ અને અવાજ તમારાં છે
આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજે જણાવ્યું હતું કે, તમે માની શકો છો, શરીર મારું હશે, અવાજ મારો હશે, દિલ મારું હશે, પરંતુ નહીં પરંતુ આ શરીર, દિલ અને અવાજ તમારો છે. એવું માનીને હું ગુરુજી મહારાજ સાહેબને તમારા બધા તરફથી પણ વંદના કરીશ. હું ગુરુજીને વિશ્વાસ અપાવીશ કે, તમે જે માર્ગ બતાવ્યો છે, અમે તમારા માર્ગ પર સદાય ચાલતા રહેવાનો પ્રયાસ કરતા રહીશું.

વડોદરામાં વિહાર કરવા આવ્યા હતા
વડોદરાના જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે, આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ એક મહિના માટે પાકિસ્તાનમાં વિહાર કરવા માટે ગયા છે. તેઓ આવતીકાલે લાહોર યુનિવર્સિટી ખાતે પહોંચશે અને ત્યાંથી પાકિસ્તાનમાં વિહાર કરવા માટે નીકળશે. આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ 4 વર્ષ પહેલાં વડોદરામાં માંજલપુર જૈન સંઘમાં ચાતુર્માસ કરવા માટે આવ્યા હતા. આ ઉપરાંત કોરોના કાળમાં તેઓ પાવાગઢમાં ચાતુર્માસ કરવા પધાર્યા હતા. આ સમયે એમ.એસ.યુનિવર્સિટીએ તેમને પુસ્તક લખવા માટે રિક્વેસ્ટ કરી હતી, જેથી આચાર્યએ જીવ જગત નામનુ પુસ્તક લખ્યું હતું અને જીવ જગત પુસ્તકનું વિમોચન એમ.એસ.યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું. કોરોનાકાળમાં આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજે ઓનલાઇન અભ્યાસ કરાવ્યો હતો.

ભારત-પાકના ભાગલા વખતે જૈન સંતો ત્યાં હતા
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા, તે સમયે વડોદરાના પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજ ગુજરાવાલામાં ચાતુર્માસ કરી રહ્યા હતા. તે સમયે દેશના તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલે મહારાજને વિનંતી કરી હતી કે, ગુરુદેવ હાલ માહોલ સારો નથી, તમે તમારા સાધુ સાધ્વી ભગંવતને લઇને અહીં હિન્દુસ્તાન આવી જાઓ. જેથી મહારાજાએ કહ્યું હતું કે, અહીં બીજા જૈન અને હિન્દુ છે, તેમનું શું થશે. તમે મને અહીંથી લઇ જવા માંગો છો, તો હું એકલો નહીં આઉ, મારી સાથે તમામ જૈન અને હિન્દુ આવશે, તમે એમની વ્યવસ્થા કરશો, તો જ હું આવીશ. ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલે આર્મી મોકલીને આચાર્ય મહારાજ, પોતાના શિષ્ય અને શ્રાવિક-શ્રાવિકાઓ સાથે ભારત પરત લાવ્યાં હતાં. વલ્લભસુરી મહારાજનો જન્મ વડોદરાની જાની શેરીમાં થયો હતો.

18 શ્રાવકો પણ સાથે પાકિસ્તાન પહોંચ્યા
તેઓએ ઉમેર્યું હતું કે, જોકે, ત્યાર પછી આઝાદીનાં 75 વર્ષ થઈ ગયાં, કોઇ જૈન સંત પાકિસ્તાનની ધરતી પર નથી પહોંચ્યા, પરંતુ આજે ભારત સરકાર અને પાકિસ્તાન સરકારે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરીશ્વરજી મહારાજ, મુનિરાજ ઋષભચંદ્ર વિજય ધર્મ કીર્તિવિજય, મહાભદ્રવિજય મહારાજ અને તેમની સાથ 18 શ્રાવકોને પાકિસ્તાનમાં વિહાર કરવાનું મંજૂરી આપી છે. પાકિસ્તાનના લાહોર પગપાળા વિહાર કરીને તેઓ પહોંચશે. જ્યાં લાહોરના મ્યુઝિયમમાં આત્મારામજી મહારાજ યાની કી વિજયાનંદસુરી મહારાજ કી ચરણ પાદુકાનાં દર્શન કરીને ગુજરાવાલા તરફ વિહાર શરૂ કરેંગે.

એક સમયે પાકિસ્તાનના ગુજરાવાલાની ઇકોનોમી જૈનો ચલાવતા હતા
દીપકભાઇ શાહે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ગુજરાવાલા શહેરમાં જૈનો એક સમયે પાકિસ્તાનની ઇનોકોમી ચલાવતા હતા. અત્યારે પણ ગુજરાવાલામાં અનેક જૈન મંદિરો આવેલાં છે. વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ મૂળ પંજાબના છે અને વર્ષો પહેલાં તેઓએ આખા પરિવાર સાથે દિલ્હીમાં જૈન દીક્ષા લીધી હતી અને તેમની તમામ સંપત્તિ સમાજને દાનમાં આપી દીધી હતી.


Spread the love

Related posts

ભારે પવન સાથે વરસાદની આગાહી આગામી 24 કલાકમાં , દેશના કેટલાક રાજ્યમાં હીટવેવની સંભાવના

Team News Updates

ચેન્નાઈમાં ચક્રવાતે વધારી મોંઘવારી, હવાઈ ભાડું 171 ટકા વધી ગયું, અનેક ફ્લાઈટ રદ જાણો અહીં

Team News Updates

30 મિનિટ હોસ્પિટલ પાસે રહ્યો બાબા સિદ્દીકીનો શૂટર:મૃત્યુની પુષ્ટિ થાય ત્યાં સુધી રાહ જોઈ, ફાયરિંગ પછી તરત જ શર્ટ બદલ્યો હતો

Team News Updates