બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી આ વર્ષે 12 જુલાઈના રોજ રાધિકા મર્ચેન્ટ સાથે લગ્ન કરશે. રાધિકા, શૈલા મર્ચેન્ટની નાની દીકરી છે, જે એનકોર હેલ્થકેરના ફાઉન્ડર અને માલિક છે. અનંત અને રાધિકા ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. કહેવાય છે કે અનંત અને રાધિકાના લગ્નમાં લગભગ 1 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
હાલમાં જ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન ગુજરાતના જામનગરમાં 1 થી 3 માર્ચના રોજ કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં બિઝનેસ ટાયકૂન, પ્રખ્યાત હસ્તિઓ, રાજનેતાઓ અને સ્પોર્ટ્સ પર્સન પણ હાજર રહ્યા હતા. લગભગ 1200 એલીટ મહેમાનોમાં બિલ ગેટ્સ, ઇવાંકા ટ્રમ્પ અને ફેસબૂકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ જેવી વિદેશી હસ્તિઓ સાથે બોલિવૂડ સેલિબ્રિટીઝ અને તમામ ભારતીય અબજોપતિ સામેલ થયા.
સેરેમનીમાં પરફોર્મ કરવા માટે પોપ સ્ટાર રિહાનાને પણ બોલાવવામાં આવી હતી. રિપોર્ટ્સ પ્રમાણે રિહાનાએ 40 મિનિટના પર્ફોમન્સ માટે લગભગ 66 કરોડ રૂપિયા લીધા હતા.
દુબઈમાં 640 કરોડનો વિલા
પામ જુમેરાહ દુબઈની સૌથી મોંઘી જગ્યાઓમાંથી એક છે. અનંત અંબાણીએ હાલમાં જ અહીં આલીશાન વિલા ખરીદ્યો છે. તેની કિંમત 640 કરોડ રૂપિયા છે. આ પહેલીવાર છે, જ્યારે દુબઈના પામ જુમેરાહમાં કોઈએ આટલું મોટું રોકાણ કર્યું હોય. આ વિલામાં 10 બેડરૂમ છે. સાથે જ ઇન્ડોર અને આઉટડોર સ્વિમિંગ પુલ પણ છે. અહીં એક પ્રાઇવેટ સ્પા અને પ્રાઇવેટ બીચ પણ છે. ખાસ વાત એ છે કે આ જગ્યાએ શાહરુખ ખાન અને પ્રખ્યાત ફુટબોલર ડેવિડ બેકહામે પણ ઘર લીધું છે.
આ સિવાય લંડનના સ્ટોક પાર્કમાં અનંતનો એક આલીશાન બંગલો છે. આ બંગલો 300 એકરમાં ફેલાયેલો છે, જેને 2021માં તેમણે 592 કરોડમાં ખરીદ્યો હતો. હવે આ 5 સ્ટાર હોટલમાં બદલાઈ ગયો છે. આ હોટલમાં 49 રૂમ અને સુટ્સ, ગોલ્ફ કોર્ટ, એક નદી અને બ્રિજ પણ છે.
જાનવરો માટે શેલ્ટર હોમ બનાવ્યું
પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન અનંતે ગુજરાતના જામનગરમાં જાનવરોની દેખભાળ માટે વનતારા લોન્ચ કર્યું. આ રિલાયન્સના જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સમાં 3,000 એકરની જગ્યામાં ફેલાયેલું છે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી 200 હાથી સહિત હજારો જાનવરોને બચાવવામાં આવ્યા છે. વનતારામાં હાથી માટે અલગ શેલ્ટર પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં તેમની માટે જેકુઝી અને મસાજ જેવી સુવિધાઓ પણ છે.
સ્વિટ્ઝર્લેન્ડમાં વેકેશન માણે, એક દિવસનો ખર્ચ 61 લાખ
અંબાણી પરિવાર સ્વિટ્ઝર્લેન્ડના રિસોર્ટમાં પોતાનું વેકેશન માણે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોવિડના બીજા વેવ દરમિયાન અનંત આખા પરિવાર સાથે આ રિસોર્ટમાં રોકાયા હતા.
તેમણે અહીં રોયલ પ્રેસિડેન્શિયલ સુઇટ્સને બુક કર્યા હતા, જ્યાં એક દિવસ રોકાવાની કિંમત 61 લાખ રૂપિયા છે. આ રિસોર્ટ દુનિયાના ટોપ રિસોર્ટમાં સ્થાન મેળવે છે.
અનંત લક્ઝરી કારનો શોખ રાખે છે
અનંતની કાર કલેક્શનમાં પ્રીમિયમ અને લક્ઝરી ફીચર્સ સાથે આવતી રોલ્સ રોયસ ફૈંટમ અને બેંટલે બેંટાગ્યા જેવી કાર સામેલ છે.
અનંત પાસે 24 કરોડની ઘડિયાળ
અનંતને મોંઘી ઘડિયાળનો શોખ છે. તે અનેક પાર્ટીઓમાં પોતાની પ્રીમિયમ વોચને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમના પ્રી-વેડિંગ ફંક્શનમાં ફેસબૂકના માલિક માર્ક ઝકરબર્ગે તેમની ઘડિયાળના વખાણ કર્યા હતા.
અનંતની જેમ તેની થનારી પત્ની રાધિકા પણ તેની લક્ઝરી લાઇફ સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે. પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન તે અનેક લક્ઝરી હેન્ડબેગ સાથે જોવા મળી, જેની કિંમત કરોડોમાં છે.