મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને સૌ કોઈ જાણે છે. ઈન્ટરનેટ પર સૌ કોઈ આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જીભ બહાર કાઢેલો ફોટો જોયો હશે પરંતુ શું તમે આની પાછળનું કારણ જાણો છો.
મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને સૌ કોઈ ઓળખે છે પરંતુ આજે અમે તમને આલ્બર્ટ આઈન્સ્ટાઈનના એક ફોટો વિશે જણાવીશું. જેમાં તેમની જીભ બહાર નીકળેલી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે અને આને લઈ અલગ અલગ સ્ટોરી પણ કહેવામાં આવે છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે, આ ફોટોની હકીકત શું છે , તેમજ આ ફોટો ક્યારે ક્લિક કરવામાં આવ્યો હતો.
ક્યારે ક્લિક કર્યો આ ફોટો
આલ્બર્ટ આઈન્સ્ટાઈનના આ ફોટોનું સીધું કનેક્શન 72માં જન્મદિવસ સાથે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો 72મો જન્મદિવસ 14 માર્ચ 1951ના રોજ મનાવવામાં આવ્યો હતો. જાણકારી અનુસાર 70 વર્ષ જૂના આ ફોટોનું કનેક્શન સીધું અમેરિકા સાથે જોડાયેલું છે. આઈન્સ્ટાઈનનો જન્મ ભલે જર્મનીના ઉલ્મ શહેરમાં થયો હતો પરંતુ તેનો એક લાંબો સમય અમેરિકામાં પસાર કર્યો હતો. અહિથી ફોટો સાથે કનેક્શન જોડાયેલું છે.
14 માર્ચ 1951ના દિવસે તેનો જન્મદિવસ
જાણકારી મુજબ 50ના દશકમાં આઈન્સ્ટાઈન ન્યુ જર્સીના પ્રિન્સટનમાં રહેતા હતા અને ઈન્સ્ટીટ્યુટ ફોર એડવાન્સ સ્ટડીમાં કામ કરતા હતા. 14 માર્ચ 1951ના દિવસે તેનો જન્મદિવસ મનાવવાનું આયોજન રિસર્ચ સેન્ટર કરવામાં આવ્યું હતુ. આ રિસર્ચ સેન્ટરમાં આયોજિત બર્થ ડે પાર્ટીમાં અનેક જાણીતા લોકો આવ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓ પણ પહોંચ્યા હતા.
ફોટોનું કનેક્શન
તમને જણાવી દઈએ કે, જન્દિવસની પાર્ટી બાદ આઈન્સ્ટાઈન જ્યારે રિસર્ચ સેન્ટરથી બહાર નીકળ્યા હતા. તો અનેક પત્રકારોએ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ પત્રકારો વચ્ચે આઈન્સ્ટાઈન ખુબ પોપ્યુલર હતા કારણ કે, મજાકના અંદાજમાં કોઈ પણ વિષય પર પોતાની વાત રાખતા હતા. જન્મદિવસના દિવસે પત્રકાર તેની સાથે વાત કરવા માંગતા હતા પરંતુ આઈન્સ્ટાઈ તે દિવસે મીડિયાથી દુર રહેવા માંગતા હતા.
રિપોર્ટ મુજબ પત્રકારો વારંવાર સવાલો પુછી રહ્યા હતા, આઈન્સ્ટાઈને કોઈ જવાબ આપ્યો નહિ તો એક રિપોર્ટરે ચીસ પાડી કહ્યું બસ બહુ થયુ. હે પ્રોફેસ એક બર્થ ડે ફોટો માટે સ્માઈલ કરો પ્લીઝ, પત્રકારોથી થાકી આઈન્સ્ટાઈને મજાકના અંદાજમાં જીભ બહાર નીકળી , આ દરમિયાન મશહુર ફોટોગ્રાફર આર્થર સૈસે કેમેરામાં આ ફોટો કેદ કર્યો હતો.