News Updates
GUJARAT

આવતી કાલથી શરૂ થશે જયા પાર્વતી, જાણો 5 દિવસ સુધી ચાલનારા આ વ્રતની તિથિ, મુહૂર્ત, મહત્વ

Spread the love

વર્ષ 2023માં જયા પાર્વતી વ્રત 1લી જુલાઈ 2023ના રોજ મનાવવામાં આવશે, શનિ પ્રદોષ વ્રત પણ આ દિવસે સંયોગ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઉપવાસ કરવાથી શિવ ઉપાસનાનું બમણું ફળ મળે છે

અષાઢ માસના શુક્લ પક્ષની તેરસ તિથિએ માતા પાર્વતી(Jaya Parvati Vrat )ને પ્રસન્ન કરવા માટે જયા પાર્વતી વ્રત રાખવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ વ્રત 5 દિવસ સુધી ચાલે છે.એવી ધાર્મિક માન્યતા છે કે જયા પાર્વતી વ્રતમાં ભગવાન શિવની કૃપાથી મહિલાઓને સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે. આ સાથે માતા પાર્વતીના આશીર્વાદ સાથે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આ વ્રત આવતી કાલથી એટલે કે 1 જુલાઇથી શરૂ થશે.

જયા પાર્વતી વ્રત 20223 તારીખ

વર્ષ 2023માં જયા પાર્વતી વ્રત 1લી જુલાઈ 2023ના રોજ મનાવવામાં આવશે, શનિ પ્રદોષ વ્રત પણ આ દિવસે સંયોગ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ઉપવાસ કરવાથી શિવ ઉપાસનાનું બમણું ફળ મળે છે. અષાઢ મહિનામાં જયાપાર્વતી વ્રત પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ વ્રત અષાઢ માસ શુક્લ પક્ષ તેરસથી શરૂ થાય છે અને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ત્રીજ તિથિએ સમાપ્ત થાય છે.

અષાઢ માસના શુક્લ પક્ષની તેરસ તિથિ 1લી જુલાઈ, શનિવારના રોજ સવારે 1.16 કલાકથી શરૂ થઈ રહી છે. અને 1 જુલાઈના રોજ રાત્રે 11.07 કલાકે સમાપ્ત થશે.

જયા પાર્વતી વ્રતની શરૂઆત – 1 જુલાઈ 2023 જયા પાર્વતી વ્રત સમાપ્ત થાય છે – 6 જુલાઈ 2023

જયા પાર્વતી વ્રતનું મહત્વ

દેવી જયા દેવી પાર્વતીના વિવિધ સ્વરૂપોમાંથી એક છે. જયાપાર્વતી વ્રત મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે. અવિવાહિત મહિલાઓ પણ યોગ્ય વરની ઈચ્છા સાથે આ વ્રત રાખે છે. બીજી તરફ આ વ્રતના પરિણીત મહિલાઓને તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખી દામ્પત્ય જીવનનું વરદાન મેળવવા માટે પણ આ વ્રત રાખે છે.

જયા પાર્વતી વ્રત પૂજાની રીત (Jaya Parvati Vrat Puja Vidhi)

આ દિવસે અવિવાહિત છોકરીઓ અને પરિણીત મહિલાઓ માટીથી બનેલા ગોરમાની પૂજા કરે છે, આ સાથે જ માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે.

વ્રતના થોડા દિવસ પહેલા જવારા વાવવામાં આવે છે, અને વ્રતના પ્રથમ દિવસથી લઇને પાંચમાં દિવસ સુંધી તે જવારાની પણ પૂજા કરવામાં આવે છે.

આ વ્રતના પારણાના દિવસે મહિલાઓ આખી રાતનું જાગરણ કરે છે

બીજા દિવસે સવારે જવારા અને ગોરમાની માટીની મુર્તિને પાણીમાં પધરાવામાં આવે છે.

જયા પાર્વતી વ્રતના નિયમો (Jaya Parvati Vrat Niyam)

જયા પાર્વતી વ્રતના 5 દિવસના ઉપવાસ દરમિયાન મીઠાનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. માન્યતા અનુસાર, કેટલાક લોકો પાંચ દિવસના ઉપવાસના સમયગાળા દરમિયાન અનાજ અને તમામ પ્રકારની શાકભાજીનો ઉપયોગ કરવાનું ટાળે છે. જયાપાર્વતી વ્રત પાંચ, સાત, નવ, અગિયાર અને વધુમાં વધુ વીસ વર્ષ માટે નિર્ધારિત રાખવામાં આવે છે.સમય પ્રમાણે વર્ષ પુરા થતા તેનું ઉજવણું કરવામાં આવે છે, ગોરાણી જમાડવામાં આવે છે અને મા પાર્વતિની પૂજા કરવામાં આવે છે.


Spread the love

Related posts

દિવ્યાંગ નકલી પગમાં ગાંજો સંતાડી બેખોફ વેચતો:ધો.12 પાસ થયાની ખુશી ટ્રેન અકસ્માતે છીનવી, બંને પગ કપાઈ જતાં નશાના વેપારમાં સંડોવાયો, કહાણી સાંભળી પોલીસ પણ ચોંકી

Team News Updates

ભાવનગર-જામનગરને મળ્યા નવા મેયર:ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડના નામ પર મહોર, વિનોદ ખીમસુરીયા બન્યા જામનગરના નવા મેયર

Team News Updates

કરો ડાઉનલોડ:JEE Main 2024 Session 2 એડમિટ કાર્ડ થયું જાહેરકરો ડાઉનલોડ

Team News Updates