News Updates
EXCLUSIVEGUJARAT

OREVA કંપનીનાં JAYUSUKH PATELનાં જામીન સુપ્રીમ કોર્ટે કર્યા મંજુર

Spread the love

400 દિવસથી જેલમાં બંધ મોરબી બ્રિજ દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલ બહાર આવશે, સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા

MORBI BRIDGE TREGEDY કેસમાં છેલ્લા 400 જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહેલા આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. 400 દિવસ જેટલા સમયથી જેલમાં હતા અને બહાર આવવા હવાતિયા મારી રહયા હતા.તેઓ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચુક્યા હતા. અંતે તેમને આજે સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે.

OREVA ગ્રુપના જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. પટેલને સાત દિવસમાં ટ્રાયલ કોર્ટમાં હાજર થવાનું રહેશે. આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને પટેલ લાંબા સમયથી જેલમાં છે. તે વળતરની ચુકવણીમાં પણ સહકાર આપી રહ્યા છે.

થોડા સપય પહેલા MORBI BRIDGE TREGEDY કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. તમામ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રખાયો હતો. સરકાર પક્ષે પણ જવાબ રજૂ કરાયો હતો.

કોર્ટમાં સરકાર પક્ષે દલીલ કરી કે, FSL રિપોર્ટમાં પણ જણાવ્યું છે કે બ્રિજ ઘણા કારણોથી નબળાઈ ધરાવે છે. નીચલી અદાલતમાં ચાર્જફ્રેમ પ્રક્રિયા પણ હજુ બાકી છે. ઘણા બધા સાક્ષીઓ હોવાથી હજુ ટ્રાયલને ઘણો સમય લાગશે, તે સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે તેમ નથી. તે એક ઉદ્યોગપતિ છે. જેલમાં રહેવાથી તેમના ઉદ્યોગને પણ થઈ શકે છે, નુકસાન ટ્રાયલ  દરિમયાન ક્યાંય નાસી ભાગી જાય તેવા આરોપી નથી. આવી દલીલો કરી સરકારી વકીલે પણ જયસુખ પટેલને જામીન મળે તો કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો.

જયસુખ પટેલ તરફથી રજુઆત કરતા સિનિયર એડવોકેટ નિરુપમ નાણાવટીએ એમ પણ જણાવ્યું હતું કે આ કેસમાં અન્ય છ સહ-આરોપીઓ – ત્રણ સિક્યુરિટી ગાર્ડ, બે ટિકિટિંગ ક્લાર્ક અને ઓરેવા ગ્રુપના મેનેજરને જામીન મળી ચૂક્યા છે. અન્ય આરોપોની સાથે કુલ 10 લોકો પર સદોષ માનવવધનો ગુનો દાખલ કરાયો છે.

નાણાવટીએ રજૂઆત કરી હતી કે, ત્યાં બેદરકારી હોઈ શકે છે, જે ગુનાહિત બેદરકારી હોઈ શકે છે અને તે ગુનો હોઈ શકે છે, પરંતુ ત્યાં કોઈનું મૃત્યું નિપજાવવાનો કોઇ ઇરાદો નથી. જયસુખ પટેલે  દિવાળીની રજાઓને કારણે પુલ પર જામેલી ભીડ સામેની બેદરકારી જવાબદાર ગણાવી હતી, જેના કારણે પુલ તૂટી પડ્યો હતો. જો સમારકામમાં ખામી હોત, તો કંઈક કરી શકાયું હોત, થોડી વધુ સાવચેતી રાખવામાં આવી શકી હોત, પરંતુ એવી ખબર ન હતી કે આટલી મોટી સંખ્યામાં લોકો જશે અને પુલ તૂટી પડશે.

બ્રિજ ટિકિટોના વેચાણમાંથી કંપની અને જયસુખ પટેલને નફો થયો હોવાના આક્ષેપોને નકારી કાઢતાં નાનાવટીએ એવી રજૂઆત કરી હતી કે રૂ.15ની કિંમતની 1૦૦ ટિકિટોના વેચાણનો પણ કોઈ અર્થ નથી અને કંપનીએ માત્ર જિલ્લા કલેક્ટર કચેરીના આગ્રહને કારણે જ પુલની જાળવણીનું કામ સ્વીકાર્યું હતું.

જામીન અરજીનો વિરોધ કરતા ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન હેઠળ મૃત્યુ પામેલા અનેક પીડિતો વતી દલીલો કરતા એડવોકેટ રાહુલ શર્માએ રજૂઆત કરી હતી કે આ કૃત્ય સાદી બેદરકારી નહીં પણ ઘોર બેદરકારીનો કેસ છે. આરોપીને જો જામીન પર મુક્ત કરવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરે કે સાક્ષીઓને ધમકાવે તેવી પણ શકયતા છે.  


Spread the love

Related posts

ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યા કારે પિતા-પુત્રને:ત્રણ ગુલાટી ખાતા 5 સેકન્ડમાં જ પિતાનું મોત, આણંદમાં બાઈક પર રોડ ક્રોસ કરતાં કારે ટક્કર મારી

Team News Updates

VIRAL VIDEO:સૌરાષ્ટ્રમાં ST બસનાં HOTEL STOP પર કોનું તગડું સેટીંગ??

Team News Updates

કોમર્સ કોલેજ ગોધરા ખાતે પ્રથમ વર્ષ બી કોમના વિદ્યાર્થીઓનો ઓરીએન્ટશન કાર્યક્રમ યોજાયો

Team News Updates