પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમિફાઈનલમાં પહોંચવાની આશામાં વધારો કર્યો છે. બાબર આઝમની ટીમ 7 મેચમાં 6 અંક છે. હજુ પણ બે મેચ બાકી છે. ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે તેની ટક્કર છે. પાકિસ્તાન જો આ બંન્ને મેચ જીતે છે તો તેના 10 અંક થઈ જશે પરંતુ સેમિફાઈનલમાં પહોંચવા માટે તેને અન્ય ટીમના પ્રદર્શન પર નિર્ભર રહેવું પડશે.
વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાને અંતે પોતાની તાકત દેખાડી દીધી છે. મંગળવારના રોજ કોલકતામાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટથી હાર આપી હતી. વર્લ્ડકપમાંથી બહાર પણ કરી નાંખ્યું હતુ. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની આ ત્રીજી જીત છે. આ પહેલા તે 4 મેચ હારી હતી. 7માંથી 3 જીતની સાથે તે પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. આ જીત પાકિસ્તાન માટે મહત્વની સાબિત થઈ શકે છે કારણ કે, સેમિફાઈનલમાં પહોંચવાની આશા વધી ગઈ છે. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની હજુ 2 મેચ બાકી છે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે.
પાકિસ્તાન પાસે હવે સેમિફાઈનલમાં પહોંચવાની આશા છે આના માટે તેને અન્ય ટીમોના પ્રદર્શન પર નિર્ભર રહેવું પડશે.
સારા નેટ રનરેટની સાથે
- પાકિસ્તાનને સેમિફાઈનલમાં પહોંચવા માટે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડને હાર આપવી પડશે
- પાકિસ્તાન જો આ બંન્ને મેચ જીતી લે છે તો તેની 9 મેચમાં 10 અંક થઈ જશે
- પાકિસ્તાને પ્રાર્થના કરવી પડશ કે, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અફધાનિસ્તાનમાંથી કોઈ પણ ટીમના અંક 12 થી વધુ ન થાય
રનરેટ વગર
- પાકિસ્તાનને ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને હાર આપવી પડશે
- ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાંથી કોઈ પણ એક ટીમ પોતાની તમામ ત્રણ મેચ હારી જશે
- અફધાનિસ્તાન ઓછામાં ઓછી 2 મેચ હારે. શ્રીલંકા અને નેધરલેન્ડ પોતાની ઓછામાં ઓછી એક મેચ હારે
- પાકિસ્તાન 8 પોઈન્ટ સાથે પણ સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકે છે, પરંતુ આ માટે અન્ય ટીમોના પરિણામ પણ તેની તરફેણમાં આવવા પડશે.
કઈ ટીમ સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ કેટલી છે?
- ભારત 99.9 ટકા
- સાઉથ આફ્રિકા – 95 ટકા
- ન્યુઝીલેન્ડ-75 ટકા
- ઓસ્ટ્રેલિયા-74 ટકા
- અફઘાનિસ્તાન-31 ટકા
- પાકિસ્તાન-13 ટકા
- શ્રીલંકા-5.8 ટકા
- નેધરલેન્ડ-5.8 ટકા
- ઈંગ્લેન્ડ-0.3 ટકા
- બાંગ્લાદેશ- બહાર
પોઈન્ટ ટેબલમાં ભારત 12 અંકની સાથે ટોપ પર છે, જેમણે અત્યારસુધી તમામ 6 મેચ જીતી છે. સાઉથ આફ્રિકા નંબર-2 પર છે. જેણે 6 માંથી 5 મેચ જીતી છે અને 10 પોઈન્ટ છે. આ બંન્ને ટીમના સેમિફાઈનલમાં પહોંચવાના ચાન્સ ફાઈનલ છે. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા 4-4 મેચ જીતી ત્રીજા અને ચોથા સ્થાને છે. પાંચમા સ્થાન પર પાકિસ્તાનની ટીમ આવી ગઈ છે.