News Updates
GUJARAT

“સાહેબ હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરો” નનામા કોલ પછી તરવૈયા ઉતારતા હત્યાકાંડ સામે આવ્યો, વાંચો કરપીણ હત્યાની ચોંકાવનારી હકીકત

Spread the love

ભરૂચ પોલીસના કોસ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઓફિસમાં હતા ત્યારે એક વ્યક્તિએ ઓળખ જાહેર ન કરવાની શરતે નાનામાં કોલ દ્વારા તેમને ચોંકાવનારી માહિતી આપી હતી. કોલરે કહ્યું હતું કે “સાહેબ હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરો” . આ માહિતી સાંભળી મૂંઝવણ સાથે ધર્મેન્દ્રસિંહે પોતાના ઉપરી અધિકારી અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ પાસે પહોંચ્યા હતા.

ભરૂચ પોલીસના કોસ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઓફિસમાં હતા ત્યારે એક વ્યક્તિએ ઓળખ જાહેર ન કરવાની શરતે નાનામાં કોલ દ્વારા તેમને ચોંકાવનારી માહિતી આપી હતી. કોલરે કહ્યું હતું કે “સાહેબ હાંસોટ રોડ પર તળાવમાં તપાસ કરો” . આ માહિતી સાંભળી મૂંઝવણ સાથે ધર્મેન્દ્રસિંહે પોતાના ઉપરી અધિકારી અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ પાસે પહોંચ્યા હતા. પોલીસે વાતને હળવાશમાં ન લઈ તળાવમાં સર્ચ ઓપરેશનની તૈયારીઓ શરૂ કરાઈ હતી.

ભરૂચના બિનવારસી મૃતદેહ અને નદી – નાળામાં લાપતા ચીજ વસ્તુઓ શોધવાના નિષ્ણાંત ગણાતાં ધર્મેશ સોલંકીને ટીમ  સાથે મદદે બોલાવાયા હતા. મંગળવારે 31 ઓક્ટોબરે સર્વે બાદ સાંજના સમયે સર્ચ ઓપરેશન શક્ય ન હણાતાં કામગીરી આજે બુધવાર પર ઠેલાવવામાં આવી હતી.

તાલુકાના મામલતદાર , અંકલેશ્વરના વિભાગીય પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ , ક્રાઇમ બ્રાન્ચ અધિકારી ઉત્સવ બારોટ  અને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર આર એચ વાળાની ઉપસ્થિતિમાં ટિમ તળાવમાં ઉતારવામાં આવી હતી. એકાદ કલાકની જહેમત બાદ તળાવના તળિયામાંથી એક પોટલું મળી આવ્યું હતુ જેમાં મોટો પથ્થર પણ હતો.

પોટલું બહાર કાઢવામાં આવતા હાજર સૌ કોઈ ચોકી ગયા હતા. આ પોટલામાંથી મહિલાનીલાશ મળી આવી હતી જેને પથ્થર બાંધી ફેંકી દેવાઈ હતી. પોલીસે આ યુવતી કોણ છે તેની હકીકત મેળવી બે લોકોની અટકાયત પણ કરી છે જોકે હજુ આ મામલે સત્તાવાર કોઈ માહિતી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટે ટીવી 9 ને જણાવ્યું હતું કે મામલો પ્રેમ પ્રકરણનો હોવાના સગડ મળી રહયા છે. યુવતીની ઉંમર વિશે સ્પષ્ટતા ન હોવાથી હાલ ઓળખની માહિતી જાહેર કરવામાં આવી નથી.

ઘટનાના મૂળ તરફ જવામાં આવે તો મૃત્ય એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી જે લિવ ઈન રિલેશનશિપમાં સાથે રહેતી હતી. પ્રેમીના મોટાભાઈને આ પસંદ ન હતું અને તેને આ યુગલનો નિર્ણય બદનામી સમાન લાગતો હતો.

ભાઈને યુવતીથી દૂર કરવા આખરે મોટાભાઈએ યુવતીની હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું. આજથી લગભગ 22 થી 23 દિવસ પૂર્વે યુવતીની હત્યા કરી નાખી. લાશનું પોટલું બનાવી તમે પથ્થર બાંધી લાશ તળાવમાં ફેંકી દેવામાં આવી હતી. બનાવ સંદર્ભે પોલીસે તબીબી તપાસ સહિતના આધારે ઘટનાના મૂળ સુધી ઉતરવાની શરૂઆત કરી છે.

લાશને ફોરેન્સિક તપાસ માટે સુરત મોકલાશે

અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ આ મામલે જણાવ્યું હતું કે આ મહિલાને 20થી 22 દિવસ પહેલા મહિલાની હત્યા કરાઈ છે. સ્પષ્ટ ઓળખ માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. કરપીણ કત્ય કરી લાશ કોથળમાં બાંધી ફેંકી દેવાઈ હતી.

આ ઘટનામાં પોલીસ દ્વારા જાહેર થનારી સત્તાવાર વિગતોનો ઇંતેજાર કરાઈ રહ્યો છે.


Spread the love

Related posts

હવામાન વિભાગની આગાહી:રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટ્યું, દક્ષિણ ગુજરાત સિવાયના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં બે ડિગ્રીનો ઘટાડો

Team News Updates

કેસર કેરીની આવકમાં વધારો:રૂ.900થી 1500 સુધીનો ભાવ જોવા મળ્યો;પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં બરડાની કેસર કરીના 4000 બોક્સની આવક

Team News Updates

અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠાને લઇને કરી આગાહી, જાણો હજુ કેટલા દિવસ વરસાદ રહેશે

Team News Updates