શોર્ટ કે લોન્ગ વીકેન્ડમાં તમે ફરવા જવાનું આયોજન કરી શકો છો. મુંબઈની નજીક ઘણા હિલ સ્ટેશન આવેલા છે, જ્યાં તમે ફરવા જઈ શકો છો. આ ટુરિસ્ટ પ્લેસિસ એવા છે, જ્યાં તમે તમારા ફેમિલી કે ફ્રેન્ડ સાથે જવાનું આયોજન કરી શકો છો.

માથેરાન: તમે મુંબઈથી નજીક આવેલા માથેરાન જઈ શકો છો. તે મહારાષ્ટ્રમાં આવેલું સુંદર અને નાનું હિલ સ્ટેશન છે. અહીં પ્રાકૃતિક સૌંદર્ય તમારૂ મન મોહી લેશે. તમે માથેરાનમાં ટ્રેકિંગ અને ક્લાઈમ્બિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી કરી શકો છો.
લોનાવલા: લોનાવલા પ્રાકૃતિક સુંદરતા માટે ફેમસ છે. ચોમાસાની ઋતુમાં આ સ્થળની સુંદરતામાં વધારો થઈ જાય છે. અહીં તમે વોટરફોલ, લેક અને પર્વતોના સુંદર નજારાનો આનંદ માણી શકો છો.
લવાસા: લવાસા એ પિકનિક માટેનું બેસ્ટ પ્લેસ છે. જો તમારે ભીડભાડથી દૂર શાંતિ અને ખુલ્લી હવામાં ફરવાનો આનંદ માણવો હોય તો તમે લવાસા જવાનો પ્લાન બનાવી શકો છો. તમે અહીં લોકલ ફૂડની પણ મજા લઈ શકો છો.
કર્જત: તમે વીકએન્ડ પર કર્જત જઈ શકો છો. ચોમાસાની સિઝનમાં તમે ઝરમર વરસાદની સાથે પહોડોના સુંદર નજારાનો આનંદ માણી શકો છો. વોટર ફોલ અને પર્વતોનું પ્રાકૃતિક સૌદર્ય તમને મંત્રમુગ્ધ કરશે.