News Updates
EXCLUSIVEGUJARAT

RAJKOTથી પોલીસ કમિશ્નર તો ગયા, પરંતુ પોતાના અંગત વહીવટદારને સાથે લઇ જવાનું ભુલી ગયા??

Spread the love

રાજકોટનાં પૂર્વ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ(IPS RAJU BHARGAVA) જ્યાં પણ ચાર્જ, સંભાળશે ત્યાં તેમના આ અંગત વહીવટદારને ટૂંક સમયમાં જ બોલાવી લેવાશે: સુત્રો

રાજ્ય પોલીસ દળમાં અનેક એવી ઘટનાઓ બની ચૂકી છે. જેમાં IPS Officers ની સંડોવણી સામે આવી હોવા છતાં તેમની સામે નામ માત્રના પગલાં લેવામાં આવે છે. જે કૉન્સ્ટેબલની ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયએ બદલી કરી હતી તેને પાછો મૂળ સ્થાને મુકી દેનારા મૃદુભાષી IPS અધિકારી સવાલોના ઘેરામાં આવી ગયા છે. વિકાસ સહાયની સંમતિથી થયેલા વિવાદાસ્પદ પોલીસ કૉન્સ્ટેબલની બદલીના હુકમનો પત્ર વાયરલ થયો છે. અગ્નિકાંડ બાદ ભારે વિવાદમાં આવેલા રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહિત ૩ IPS અધિકારીને ગુજરાત સરકારે સ્થાન પરથી હટાવતા ‘વહીવટદાર’ અને ભ્રષ્ટ IPS ની સાંઠગાંઠ ચર્ચાના ચગડોળે છે. ગેમ ઝોન સહિતના લાયસન્સની પ્રક્રિયા હોય કે દારૂ-જુગાર-બાયોડિઝલના હપ્તાઓ “સાહેબ” ના ઈશારે વહીવટદારે ઘણાં ખેલ પાડ્યાં છે.   

     ગુજરાત ડીજીપીના સીધા તાબામાં આવતા સ્ટેટ મોનિટરિંગ સેલે જુલાઈ-૨૦૨૩માં રાજકોટ શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચાલતા બાયોડિઝલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. મહિને લાખો રૂપિયાનો હપ્તો લઈને રાજકોટ શહેર પોલીસ આ ધંધો ખુલ્લેઆમ ચલાવી રહી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પકડેલાં આરોપીઓની તપાસમાં સિનિયર IPS ના વિશ્વાસુ કૉન્સ્ટેબલ અરજણ હરભમભાઇ ઓડેદરાની સંડોવણી સામે આવી હતી. ગુનેગારો સાથે સંડોવણી ધરાવતા કૉન્સ્ટેબલ અરજણ ઓડેદરા વિરૂદ્વ સ્ટેટ મોનીટરીંગ સેલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટના આધારે જુલાઈ મહિનાના અંતિમ દિવસે સજાના ભાગરૂપે કૉન્સ્ટેબલ અરજણ ઓડેદરાની તાત્કાલિક અસરથી વડોદરા ગ્રામ્ય પોલીસ ખાતે બદલી કરી હતી.

   પરંતુ આ બદલીનાં થોડા સમય બાદ જ જાણે, IPS ને એના અંગત વહીવટદાર વિના રંગીલું રાજકોટ સુનું લાગતું હોય તેમ પોતાના અંગત માણસની બદલી માટે રાજકોટ શહેરમાંથી બદલી કરાયેલા કૉન્સ્ટેબલ અરજણ ઓડેદરાને પરત લાવવા માટે  ગાંધીનગર પોલીસ ભવનમાં પ્રયાસ શરૂ કર્યા હતા. સિનિયર IPS અને પોલીસ કૉન્સ્ટેબલ વચ્ચેનો નાતો સૌની જાણમાં હતો. આખરે સાતેક મહિના બાદ તત્કાલિન અધિક પોલીસ મહાનિર્દેશક(વહીવટ) નરસિમ્હા કોમારની સહીથી એક હુકમ થયો અને અરજણ ઓડેદરા પાછો રાજકોટ પહોંચી ગયો. અરજણ ઓડેદરાને માફ કરી તેને મૂળ મહેકમમાં પરત મોકલી આપવા માટે ડીજીપી વિકાસ સહાયે મંજૂરી આપી હતી.

      રાજ્ય પોલીસ વડાના કાર્યકાળ દરમિયાન વિકાસ સહાયે કેટલાંય પીએસઆઈ,પીઆઈ અને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. કેટલાંય બદમાશ પોલીસની જિલ્લા ટ્રાન્સફર પણ કરી છે. છેલ્લાં એકાદ વર્ષમાં IPS અધિકારીઓ યેનકેન પ્રકારે વિકાસ સહાયને મનાવી લઈ પોતાના માનીતા તેમજ વહીવટ સંભાળતા અધિકારી-કર્મચારીઓની બદલી કરાવી લીધી હોવાના અનેક દાખલા પણ છે. કેટ-કેટલાંય પોલીસવાળાને પણ મોટા સાહેબ સસ્પેન્શન પરથી પરત લઈ ચૂક્યાં છે.


Spread the love

Related posts

રૂ. 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત, વિદેશી દારૃ ભરેલી ઈકો ગાડી ઝડપાઈ ગાંધીનગરના ઈન્દ્રપુરા વાગોસણા રોડ પરથી

Team News Updates

કોમર્સ કોલેજ ગોધરા ખાતે 181 અભયમ યોજના વિશે માહિતી અપાઈ.

Team News Updates

JAMNAGAR:દિયર ઝડપાયો ભાભીની હત્યા કરનાર:લાલપુરના ઝાખરમાં આડાસંબંધમાં ભાભીનું ઢીમ ઢાળી દેનાર હત્યારા દિયરને પોલીસે ઝડપી પાડ્યો

Team News Updates