News Updates
NATIONAL

નરાધમે 4-5 વર્ષના બાળકોને પણ ન છોડ્યા, ભાઈ-ભાભી,પત્ની સહિત આખા પરિવારને કુહાડીથી રહેંસી નાખ્યો,ઘાતકી હત્યા કર્યા બાદ યુવકે ગળેફાંસો

Spread the love

MPના છિંદવાડામાં એક યુવકે તેના પરિવારના 8 સભ્યોની હત્યા કરીને પોતે પણ ગળે ફાંસો ખાધો છે. આરોપીએ પહેલા તેની પત્નીને કુહાડીથી રહેસી નાંખી હતી, પછી તેની માતા-બહેન, ભાઈ-ભાભી અને બે ભત્રીજી અને ભત્રીજાની હત્યા કરી. કાકાના ઘરે ગયા બાદ તેણે 10 વર્ષના બાળક પર પણ હુમલો કર્યો હતો, પરંતુ તે જીવ બચાવીને ભાગી ગયો હતો. આ પછી લોકોએ પોલીસને જાણ કરી હતી.

આ ઘટના તામિયા તહસીલના માહુલઝિર પોલીસ સ્ટેશનના બોદલ કછાર ગામમાં બની હતી. ગઈ રાત્રે 2.30 વાગ્યે, આરોપીએ તેની પત્ની (23), માતા (55), ભાઈ (35), ભાભી (30), બહેન (16), ભત્રીજો (5), બે ભત્રીજી (4 અને દોઢ વર્ષ)ની હત્યા કરી નાખી. ઘટના બાદ ગામના લોકોમાં ભયનો માહોલ છે. ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

એસપી મનીષ ખત્રીના જણાવ્યા અનુસાર, આરોપીના લગ્ન 21 મેના રોજ જ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીની માનસિક સ્થિતિ સારી નથી. ભૂતકાળમાં હોશંગાબાદમાં પણ તેની સારવાર કરાઈ હતી. પોલીસને સવારે 3 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી. નજીકના પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘરમાં લાશો પડી હતી, આરોપીની લાશ થોડે દૂર ઝાડ પર લટકતી હતી.

બોદલ કછાર એક આદિવાસી પ્રભુત્વ ધરાવતું ગામ છે. આરોપી દિનેશનું ઘર ગામની એક તરફ છે. લોકોનો વસવાટ ઓછો છે. પરિવારના તમામ સભ્યોની હત્યા કર્યા બાદ તે મોટાબાપાના ઘરે પહોંચ્યો હતો. મોટાબાપાનું ઘર તેના ઘરથી 50 મીટર દૂર છે. અહીં તેણે 10 વર્ષના બાળક પર હુમલો કર્યો, કુહાડી બાળકના જડબા પર વાગી હતી. આ દરમિયાન તેની દાદીએ આવીને બુમાબુમ કરી અને આરોપી ભાગી ગયો. આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.

એસપીના જણાવ્યા અનુસાર પોલીસે જંગલમાં શોધખોળ કરી હતી. આરોપીનો મૃતદેહ ગામથી 150 મીટર દૂર એક નાળાના કિનારે ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બાળકને તામિયાથી છિંદવાડા સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમે પણ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે.

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સત્ય બહાર લાવવા માટે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે X- પર લખ્યું મધ્યપ્રદેશ સરકાર પાસે ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે માટે કડક પગલાં ભરવાની મારી માંગ કરું છું.

મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારીએ X પર લખ્યું, ‘મધ્યપ્રદેશ જંગલરાજની ટોચને પાર કરી ચૂક્યું છે. ગરીબી, બેરોજગારી અને આર્થિક તંગીના કારણે મોટી સંખ્યામાં પરિવારો તણાવમાં અને ડિપ્રેશનમાં ધકેલાઈ જાય છે. મોંઘવારીએ ગ્રામીણ વિસ્તારોને સૌથી વધુ અસર કરી છે.


Spread the love

Related posts

અરવલ્લી જિલ્લામાં વિરામ બાદ વરસાદ, અંબાજી જતા પદયાત્રીઓને સર્જાઈ હાલાકી

Team News Updates

ડિલિવરી બોયના સ્કૂટર પર રાહુલ ગાંધીની સવારી:બેંગલુરુમાં મોદીના રોડ શો પછી હવે રાહુલ-પ્રિયંકા મેદાનમાં ઊતર્યા; સાંજે રાહુલની સભા અને પ્રિયંકાનો રોડ શો

Team News Updates

કેબ ડ્રાઈવરના ખાતામાં આવ્યા 9000 કરોડ, બેંકના CEOએ આપવું પડ્યું રાજીનામું

Team News Updates