News Updates
BUSINESS

તહેવાર પહેલા તુવેર દાળના ભાવ સસ્તા થયા, જાણો દાળના ભાવમાં કેટલો થયો ઘટાડો

Spread the love

છેલ્લા કેટલાક મહિનાઓથી દાળના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. તુવેર દાળ સસ્તી થવાને બદલે મોંઘી થઈ રહી હતી. તેથી કઠોળના કાળાબજારને રોકવા માટે કેન્દ્ર સરકારે તુવેર સહિત જુદા-જુદા કઠોળની સ્ટોક લિમિટ નક્કી કરવી પડી હતી.

દિવાળી પહેલા સામાન્ય લોકોને મોંઘવારીથી (Inflation) રાહત મળી છે. દાળના ભાવમાં (Pulses Price) 4 ટકા જેટલો ઘટાડો થયો છે. જેની અસર તુવેર દાળ અને મસૂર દાળના ભાવ પર થઈ છે. તુવેર અને મસૂર દાળની આયાતમાં વધારો અને સંગ્રહખોરી પર સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કારણે ભાવમાં ઘટાડો થયો છે. તેથી આમ જનતાને આશા છે કે દિવાળી સુધીમાં દાળ વધારે સસ્તી થઈ શકે છે.

કઠોળની સ્ટોક લિમિટ નક્કી કરવી પડી

છેલ્લા કેટલાક મહિનાઓથી દાળના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. તુવેર દાળ સસ્તી થવાને બદલે મોંઘી થઈ રહી હતી. તેથી કઠોળના કાળાબજારને રોકવા માટે કેન્દ્ર સરકારે તુવેર સહિત જુદા-જુદા કઠોળની સ્ટોક લિમિટ નક્કી કરવી પડી હતી. દિલ્હીમાં તુવેર દાળનો ભાવ 170 રૂપિયા પ્રતિ કિલોને પાર છે. તેથી સરકાર પર ભાવ નિયંત્રણ માટે દબાણ છે.

દેશમાં તુવેર દાળનું ઉત્પાદન માગ કરતા ઘણું ઓછું થઈ રહ્યું છે. તેથી માગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી કઠોળની આયાત કરે છે. વર્ષ 2021-22 દરમિયાન દેશમાં 42.20 લાખ ટન દાળનું ઉત્પાદન થયું હતું. જ્યારે પાક સીઝન 2022-23માં આ આંકડો ઘટીને 34.30 લાખ ટન થયો હતો. દેશમાં દર વર્ષે 45 લાખ ટન તુવેર દાળનો વપરાશ થાય છે. તેથી સરકાર આફ્રિકન દેશોમાંથી દાળની આયાત કરે છે. વર્ષ 2021-22માં 7.6 લાખ ટન અરહર દાળની આયાત કરવામાં આવી હતી.


Spread the love

Related posts

12 જૂને ઇંધણના ભાવ:ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી

Team News Updates

ટાટા ટેકનો શેર 140% વધીને 1200 રૂપિયા પર લિસ્ટ થયો:તેની ઈશ્યુ કિંમત 500 રૂપિયા હતી, ગાંધાર ઓઈલના શેરે પણ 76% નફો આપ્યો

Team News Updates

મેટાને મોટો ઝટકો ભારતમાં , 213 કરોડનો દંડ અને 5 વર્ષનો પ્રતિબંધ !

Team News Updates