News Updates
BUSINESS

શાનદાર ઇયરબડ્સ boAtએ લૉન્ચ કર્યા:50 કલાકનો પ્લે ટાઇમ સિંગલ ચાર્જમાં

Spread the love

ઓડિયો અને વિયરેબલ બ્રાન્ડ boAt એ નવા Airdopes Loop OWS ઇયરબડ્સ લોન્ચ કર્યા છે. આ લેટેસ્ટ OWS (ઓપન વાયરલેસ સિસ્ટમ) ઇયરબડ્સ તે યૂઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે જેઓ હંમેશા સફરમાં હોય છે. આ વાયરલેસ ઇયરબડ્સ શ્રેષ્ઠ એમ્બિયન્ટ સાઉન્ડ ટેક્નોલોજી સાથે સુરક્ષિત, ક્લિપ-ઓન-ફિટને જોડવાનું વચન આપે છે. આવો, આપણે બોટના આ નવા OWS ઇયરબડ્સ વિશે વિગતવાર જાણીએ.

boAt એર ડ્રોપસ Loop OWS લવંડર મિસ્ટ, કૂલ ગ્રે અને પર્લ વ્હાઇટ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. યૂઝર્સ આને boAt-lifestyle.com, ફ્લિપકાર્ટ, અમેઝોન અને મિન્ત્રા જેવી ઈ-કોમર્સ સાઇટ્સ પરથી રૂ. 1999માં ખરીદી શકશે.

બોટ એરડોપ્સ લૂપ OWS ઇયરબડ્સમાં 12mm ડ્રાઇવર્સ છે, જે બોટની સિગ્નેચર સાઉન્ડ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. તેઓ EQ મોડ્સ સાથે આવે છે, જે સાંભળવાની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલ છે. આ ઇયરબડ્સ ક્રિસ્પ અને સ્પષ્ટ અવાજની ગુણવત્તા પ્રદાન કરે છે.

એરડોપ્સ લૂપ ઇયરબડ્સ કેસમાં શક્તિશાળી 480mAh બેટરી છે અને દરેક ઇયરબડમાં 50mAh બેટરી છે, જે 50 કલાક સુધીનો પ્લેબેક સમય આપે છે. તેની બેટરી ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને માત્ર 10 મિનિટના ચાર્જિંગ સાથે 200 મિનિટનો પ્લેટાઇમ આપે છે.

આ ઇયરબડમાં સીમલેસ પેરિંગ અને ઓછી ઉર્જા વપરાશ માટે બ્લૂટૂથ v5.3 કનેક્ટિવિટી છે. તે IWP ટેક્નોલોજી સાથે પણ આવે છે જે કેસ ખોલવામાં આવે ત્યારે ઈયરબડની જોડીને ઇનેબલ કરે છે. ખાસ વાત એ છે કે તેમાં વોઈસ આસિસ્ટન્ટનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે.


Spread the love

Related posts

મંગોલિયામાં મેગા ક્રૂડ ઓઈલ રિફાઈનરીનું નિર્માણ, રૂ. 5,400 કરોડના પ્રોજેક્ટનું થશે નિર્માણ

Team News Updates

15,000 રૂપિયાની કમાણીનો રેકોર્ડ બનાવ્યો  10 મહિનામાં,સોનામાં ભાવમાં તેજી

Team News Updates

રિલાયન્સ જિયો અને TM ફોરમનું પ્રથમ ઇનોવેશન હબ શરૂ:જનરેટિવ AI અને મોટા ભાષાના મોડલના વિકાસને વેગ આપવાનો ઉદ્દેશ્ય

Team News Updates