News Updates
GUJARAT

લાકડી ઘૂસી ગઈ પાલનપુરના યુવકના ગળામાં:4-5 કલાક ઓપરેશન કરી સફળતાપૂર્વક લાકડી બહાર નીકાળી જીવ બચાવ્યો તબીબોએ

Spread the love

પાલનપુરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં તાજેતરમાં એક અત્યંત ગંભીર સારવારની ઘટના સામે આવી હતી. જેમાં એક દર્દી, જેના ગળામાં કોઈ કારણોસર લાકડી ઘૂસી ગઈ હતી. લાખડી ત્રાંસી રીતે ગળાના એક બાજુથી બીજી બાજુ સુધી પાર થઈ ગઈ હતી. જોકે, લાકડી ઘુસી જવાનાં લીધે શ્વાસનીનળી (બ્રિધિંગ કેનાલ), અન્નનળી (ફૂડ પાઇપ) અને ગળાની બંને ઘોરી નસ તૂટવાની (કોમન વેઈન) ગંભીર પરિસ્થિતિ ઈજાગ્રસ્ત યુવકમાં જોવા મળી હતી.

જેથી ઈજાગ્રસ્ત યુવકને અમીરગઢના વિરમપુર ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપી પાલનપુર ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યો હતો. જે બાદ ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક ઈમરજન્સી તબીબી ટીમ દ્વારા દર્દીની સ્થિતિને ધ્યાને લઈ આદર્શ ઉપચાર શરૂ કરવામાં આવ્યો. ENT સર્જન ડૉ. કૌશલ પ્રજાપતિ અને ડૉ. ગૌરવ પટેલ એનેસ્થેસિયાની નિષ્ણાત ટીમ દ્વારા આ જીવનરક્ષક ઓપરેશન 4-5 કલાક સુધી સતત પ્રયત્નો સાથે હાથ ધર્યું. જોકે, આ ઓપરેશન દરમિયાન, લાકડીને સાવધાનીપૂર્વક દૂર કરવામાં આવી અને તૂટેલી બંને ઘોરી નસ, શ્વાસનીનળી અને અન્નનળીને સંપૂણઁ રીતે મરામત કરવામાં આવી હતી.

આ અંગે ડૉ. કૌશલ પ્રજાપતિ – ENT સર્જને જણાવ્યું હતું કે, આ ઓપરેશન ખૂબ જ જટિલ અને જોખમપૂર્ણ હતું કારણ કે શ્વાસનીનળી અને અન્નનળી ઉપરાંત, બંને ઘોરી નસ તૂટી ગઇ હતી, જે જીવલેણ સાબિત થઈ શકે છે. પરંતુ અમારી ટીમના સંયુક્ત પ્રયાસો અને આધુનિક સાધનોના ઉપયોગથી ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી દર્દીને નવા જીવનની ભેટ આપી છે. ઓપરેશન પછી, દર્દીની સ્થિતિ સ્થિર રાખવા માટે ICUમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. હોસ્પિટલની ટીમ દ્વારા દર્દીને સંપૂર્ણ સારવાર મળ્યા બાદ, હાલ તેની હાલત સ્થિર છે અને તેને સંપૂર્ણ સ્વસ્થતાપૂર્વક ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.


Spread the love

Related posts

‘ગરમી ’લીંબુનાં ભાવમાં: વેપારીઓની નફાખોરીથી ગ્રાહકને મોંઘવારીનો માર,રાજકોટમાં હોલસેલમાં 60નું લીબું રિટેઈલમાં અઢી ગણાં ભાવે 150માં વેચાય છે

Team News Updates

છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં નોંધાયો વરસાદ, મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું !

Team News Updates

સેવા પરમો ધર્મ: 21,Januaryએ KHODALDHAM CANCER HOSPITALનું ભુમીપુજન, NARESH PATELનાં પ્રકલ્પો પૈકીનો શ્રેષ્ઠ પ્રકલ્પ થશે સાકાર

Team News Updates