News Updates
GUJARAT

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે ! દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Spread the love

હવામાન વિભાગે વરસાદને ફરી એકવાર વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે વરસાદને ફરી એકવાર વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો આવતીકાલે નર્મદા, તાપી, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતની જેમ અમદાવાદ, વડોદરા, આણંદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

17 સપ્ટેમ્બરે નર્મદા, તાપી, દમણમાં ભારેથી અતિભારેની આગાહી કરવામાં આવી છે. જ્યારે 18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તો 19 સપ્ટેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ 17 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસદની આગાહી કરવામાં આવી છે.


Spread the love

Related posts

KHODALDHAM હંમેશા લોકસેવાર્થે/ ગુજરાતનાં ૮ જીલ્લાઓમાં ખોડલધામ ખડેપગે

Team News Updates

લાકડી ઘૂસી ગઈ પાલનપુરના યુવકના ગળામાં:4-5 કલાક ઓપરેશન કરી સફળતાપૂર્વક લાકડી બહાર નીકાળી જીવ બચાવ્યો તબીબોએ

Team News Updates

MD ડ્રગ્સ બનાવવા કેમિકલનો ઉપયોગ થતો હતો:ભરૂચના દહેજમાં આવેલી એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGનો દરોડો

Team News Updates