ખેડૂતો માટે રાજ્ય સરકારની 3700 કરોડની સહાય યોજનામાં ગુજરાતમાં રાજકોટ જિલ્લો ચૂકવણીમાં મોખરે, 75 ટકા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ

0
183

રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીએ માહિતી આપી (જિલ્લા પંચાયતની ફાઈલ તસવીર)

  • રાજકોટ જિલ્લામાં 2.14 લાખ ખેડૂતોએ કૃષિ સહાય નોંધણી કરી હતી, 25 ટકા ખેડૂતોના ખાતામાં આગામી દિવસોમાં રૂપિયા જમા થશે

રાજકોટ સહિત રાજ્યભરના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા 3700 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જે સહાય મેળવવા માટે ખેડૂતોએ 1 ઓક્ટોબરથી ઓનલાઇન અરજી કરવાની હતી. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના ખેડૂતોના ખાતામાં સીધી રકમ જમા કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી 230 કરોડ જેટલી રકમનું ચુકવણું કરી દવવામાં આવ્યું છે. અંદાજીત 75 ટકા જેટલા ખેડૂતોના પોતાના ખાતા રકમ જમા કરી દેવામાં આવી છે અને હવે માત્ર 25 ટકા જેટલી રકમ ખેડૂતો ચુકવવાની બાકી છે. ગુજરાતમાં રાજકોટ જિલ્લો સહાયની રકમ ચૂકવણીમાં પ્રથમ ક્રમે છે.

રાજકોટ જિલ્લામાં 2.14 લાખ ખેડૂતોએ કૃષિ સહાય નોંધણી કરી હતી
બાકી રકમ પણ આવનારા દિવસોમાં ચૂકવવામાં આવશે. ત્યારે રાજ્યમાં કૃષિ સહાયની રકમ ચૂકવવામાં રાજકોટ જિલ્લો પ્રથમ ક્રમે હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી આર.આર. ટીલવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે કૃષિ સહાય નોંધણી માટે 31 ઓક્ટોબર છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં 2.14 લાખ ખેડૂતોએ કૃષિ સહાય નોંધણી કરવામાં આવી હતી. ત્યારે નોંધણી પ્રક્રિયામાં પણ રાજકોટ જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યો હતો .

રાજકોટ જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદથી મગફળી અને કપાસના પાકને નુકસાન
આ વર્ષે ભારે વરસાદને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મગફળીનો પાક બળી ગયો છે. તેમજ કપાસના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદને કારણે આ વર્ષે ખેડૂતોને મગફળીના ઉતારામાં પણ ઘટાડો થયો છે. આથી ખેડૂતોના પાક બળી ગયા હોવાથી રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here