News Updates
BUSINESS

‘Volvo C40 રિચાર્જ’ આવતીકાલે ભારતમાં થશે લોન્ચ:ફુલ ચાર્જ પર 371KM ચાલશે લક્ઝુરિયસ ઇલેક્ટ્રિક કાર, અંદાજિત કિંમત 60 લાખ રૂપિયા

Spread the love

વોલ્વો ઇન્ડિયા 14મી જૂને ભારતીય બજારમાં Volvo C40 રિચાર્જ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે. ‘વોલ્વો C40 રિચાર્જ’, જે એક વખતના સંપૂર્ણ ચાર્જ પર 371 કિલોમીટર ચાલે છે, તેની કિંમત 60 લાખ રૂપિયા (દિલ્હી, એક્સ-શોરૂમ) હોઈ શકે છે.

દેશની આ કંપનીની બીજી ઇલેક્ટ્રિક કાર છે. અગાઉ વોલ્વોએ XC40 રિચાર્જ EV જુલાઈ 2022માં રૂ. 56.90 લાખ (દિલ્હી, એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે લોન્ચ કર્યું હતું. કંપની વોલ્વો C40 રિચાર્જ EVને બેંગલુરુ નજીક તેના હોસ્કોટ પ્લાન્ટમાં એસેમ્બલ કરશે. આગામી ઇલેક્ટ્રિક કાર લક્ઝરી EV કાર સેગમેન્ટમાં મર્સિડીઝ બેન્ઝ, BMW, Audi અને Hyundaiની Ion 5 સાથે સ્પર્ધા કરશે.

Volvo C40 રિચાર્જ: બેટરી સ્પેસિફિકેશન
વોલ્વો C40 રિચાર્જ EV વૈશ્વિક બજારોમાં રીઅર-વ્હીલ-ડ્રાઈવ અને ઓલ-વ્હીલ-ડ્રાઈવ વિકલ્પો સાથે સિંગલ અને ટ્વિન મોટર્સ સાથે ઉપલબ્ધ છે. સિંગલ મોટર વેરિઅન્ટ 235bhp પાવર અને 420Nm ટોર્ક જનરેટ કરે છે. આ કાર 7.4 સેકન્ડમાં 0-100 kmphની ઝડપ પકડી લે છે.

C40 રિચાર્જનું ટ્વીન મોટર વેરિઅન્ટ 402bhp પાવર અને 487Nm ટોર્ક જનરેટ કરે છે. આ ઓલ-વ્હીલ-ડ્રાઈવ વર્ઝન 4.7 સેકન્ડમાં 0-100 kmph કરી શકે છે. બંને વેરિઅન્ટની ટોપ સ્પીડ 180 kmph છે. વોલ્વોએ પુષ્ટિ કરી નથી કે કારના ઇન્ડિયન વર્ઝનમાં બંને વેરિઅન્ટ ઉપલબ્ધ થશે કે કેમ.

Volvo C40 રિચાર્જ: બેટરી અને રેન્જ
Volvo C40 રિચાર્જ EV 78kWh લિથિયમ-આયન બેટરી પેક દ્વારા સંચાલિત છે. આ કારને ફુલ ચાર્જ કરવા પર 371 કિમીની ડ્રાઈવિંગ રેન્જ હોવાનો દાવો કરવામાં આવે છે. 150kW DC ફાસ્ટ ચાર્જર વડે કારને 10 થી 80% સુધી ચાર્જ કરવામાં 37 મિનિટનો સમય લાગશે. કારને 11kW લેવલ 2 ચાર્જર સાથે સંપૂર્ણ ચાર્જ થવામાં 7-8 કલાક લાગે છે.

Volvo C40 રિચાર્જ: ડિઝાઇન અને ડાયમેંશન
Volvo C40 રિચાર્જ આકર્ષક અને આધુનિક છે. કંપનીના સિગ્નેચર સ્ટાઇલ તત્ત્વો જોવા મળે છે. તેમાં સામાન્ય રેડિયેટર ગ્રિલ, પ્રોજેક્ટર LED હેડલેમ્પ્સ, 19-ઇંચ એરો વ્હીલ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ કારની લંબાઈ 4,440 mm, પહોળાઈ 1,910 mm અને ઊંચાઈ 1,591 mm છે. કેબિનમાં લેધરની સીટ સાથે ઘણી બધી સાહજિક સુવિધાઓ અને એમ્બિયન્ટ લાઇટિંગ છે.

વોલ્વો C40 રિચાર્જ: સ્પેસિફિકેશન
વોલ્વો C40 રિચાર્જ EVમાં પેનોરેમિક સનરૂફ, કેબિન એર ક્લીનર, એપ રિમોટ સર્વિસ, પિક્સેલ લાઇટ્સ અને હરમન કાર્ડન પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ જેવી સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે. આ સિવાય, ઇન્ટિરિયરમાં એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ અને 60:40 ફોલ્ડ કરી શકાય તેવી રિયર સીટ મળે છે. કારના ડેશબોર્ડમાં 12-ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ અને 9-ઇંચનું સેન્ટર ડિસ્પ્લે મળશે, જેમાં બિલ્ટ-ઇન Google એપ્લિકેશન્સ અને Google Assistant, Google Maps અને Google Play Store સહિતની સેવાઓનો સમાવેશ થાય છે.

વોલ્વો C40 રિચાર્જ: સેફટી ફીચર્સ
C40 રિચાર્જને 2022 Euro NCAP દ્વારા 5 સ્ટાર સલામતી રેટિંગ આપવામાં આવ્યું છે, જે તેને ત્યાંની સૌથી સુરક્ષિત કારમાંથી એક બનાવે છે. આ સિવાય કારમાં 360 ડિગ્રી પાર્કિંગ વ્યૂ, રિવર્સ પાર્કિંગ આસિસ્ટન્ટ, બ્લાઈન્ડ સ્પોટ ઈન્ફોર્મેશન સિસ્ટમ (BLIS) ક્રોસ-ટ્રાફિક એલર્ટ, લેન-કીપિંગ આસિસ્ટ અને ઈમરજન્સી બ્રેકિંગ જેવી સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ છે.


Spread the love

Related posts

કિંમત ₹1.11 લાખ,  ભારતમાં લોન્ચ હીરો એક્સ્ટ્રીમ 160R 2V,અપડેટેડ બાઇકમાં ડ્રેગ રેસ ટાઈમર અને સિંગલ-ચેનલ ABS જેવા ફીચર્સ

Team News Updates

કેબિનેટના નિર્ણય- 10 હજાર e-bus ચલાવશે કેન્દ્ર:3 લાખથી વધુ વસતિ ધરાવતા 100 શહેરોને આવરી લેવાશે, કામદારોને એક લાખની લોન મળશે

Team News Updates

અદાણીની કંપનીને મળી મંજૂરી, આ રાજ્ય 4 એક્સપ્રેસ વે પર 26 EV ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે

Team News Updates