News Updates
BUSINESS

Amazon-Flipkart જેવી ઈકોમર્સ સાઈટ પરથી મળે તમને નકલી પ્રોડક્ટ તો તમે આ રીતે કરી શકો છો ફરિયાદ

Spread the love

અત્યારના જમાનામાં ઓનલાઈન ઓર્ડરથી તમે કોઈ પણ વસ્તુ કે સામાન સરળતાથી પોતાના ઘરે મંગાવી શકો છો પણ તે સામાન નકલી નીકળે અથવા તમારી સાથે ફ્રોડ થાય તો તમે કેવી રીતે કંપનીને ફરિયાદ કરી શકો છો, તે માટે આ અહેવાલમાં આપેલી જાણકારી જરૂર વાંચો.

હાલના આધુનિક અને ટેક્નોલોજીના યુગમાં તમારે કોઈ વસ્તુ મંગાવવી હોય તો દુકાન કે મોલમાં જવાની જરૂર નહીં પડે તમે ઘરે બેઠા તમારા ફોન અથવા તો કોમ્પ્યુટર દ્વારા જ તમારી મનગમતી અને તમારા બજેટમાં આવે તેવી વસ્તુ ઓનલાઈન મંગાવી શકો છો. એમેઝોન અને ફિલપકાર્ટ જેવી ઈ-કોમર્સ સાઈટ પર લોકો મોટા પ્રમાણમાં ઓર્ડર કરે છે અને યુઝર્સને આ બંને સાઈટ પર વિશ્વાસ વધારે છે અને બંને સાઈટ યુઝર્સને તગડુ ડિસ્કાઉન્ટ પણ આપે છે.

યુઝર્સને ફ્લેટ ડિસ્કાઉન્ટની સાથે બેન્ક ઓફર, એક્સચેન્જ બોનસ અને કેશબેક ઓફર પણ મળે છે. આ તમામ ઓફર્સ બાદ યુઝરને બેસ્ટ ડીલ મળે છે અને તમારા ઘરના દરવાજા પર વસ્તુ થોડા દિવસની અંદર જ પહોંચી જાય છે. એટલે જ ઓનલાઈન શોપિંગ ઘણા લોકો માટે પરફેક્ટ બની જાય છે.

ત્યારે હવે પ્રશ્ન એ છે કે તમે ઓનલાઈન ઓર્ડર કરેલી વસ્તુ નકલી નીકળે કે બગડેલી આવે તો અથવા તો તમે જે વસ્તુનો ઓર્ડર કર્યો છે તે વસ્તુની જગ્યા પર અન્ય વસ્તુ આવી ગઈ હોય તો તમારે રિટર્ન અને રિફંડ માટે એપ્લાય કરવુ પડે છે. જો કોઈની સાથે ઓનલાઈન શોપિંગમાં ફ્રોડ થાય અથવા કોઈ મુશ્કેલી થાય તો તેમને શું કરવું જોઈએ?

સૌથી પહેલા તમારે પ્રોડક્ટ ખરીદતા સમયે ધ્યાન રાખવું. કંપનીઓ ઓપન બોક્સ ડિલિવરનો ઓપ્શન આપે છે. આ વિકલ્પને પસંદ કરીને ખરીદવામાં આવેલી પ્રોડક્ટને ડિલિવરી પહેલા બોક્સ ઓપન કરીને દેખાડવામાં આવે છે. જો કે આ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ પણ તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન

  1. જ્યારે પણ કોઈ પ્રોડક્ટને તમે ઓપન કરી રહ્યા હોય તો તેનો એક વીડિયો બનાવી લો. જો તમને ફેક અથવા ડિફોલ્ટ પ્રોડક્ટ મળે છે તો એક્સચેન્જ કરાવવામાં સરળતા રહે છે.
  2. તમે જે પણ પ્લેટફોર્મ પરથી ઓર્ડર કર્યો છે. તેના કસ્ટમર કેરનો સંપર્ક કરવો જોઈએ. તેના માટે તમારે એપ અથવા વેબસાઈટ પર લોગઈન કરવું પડશે અને હેલ્પમાં જઈને ફરિયાદ દાખલ કરવી પડશે. તમે ઈમેઈલ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.
  3. જો તમને લાગે છે કે કંપની તમારી વાત સાંભળી રહી નથી તો તમે આ વાતને સોશિયલ મીડિયા પર ઉઠાવી શકો છો. તમામ કંપનીઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ત્યાં તમને તરત જ રિપ્લાય આપવામાં આવશે.
  4. આ તમામ કામ કર્યા બાદ પણ તમારી ફરિયાદ કંપની સાંભળે નહીં તો પછી તમે કન્ઝુયમર ફોરમમાં પોતાની ફરિયાદ કરી શકો છો. સરકારે લોકોની મદદ માટે આ ઓપ્શન બનાવ્યો છે. તેની વેબસાઈટ અથવા કન્ઝુયમર ફોરમના નંબર પર પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. તે સિવાય SMC, NCH એપ અને ઉમંગ એપ્લિકેશન પર પણ તમે ફરિયાદ કરી શકો છો. તેની પર ફરિયાદ નોંધાવતા પહેલા તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે અને ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડશે. તમારી ફરિયાદને તમે ટ્રેક પણ કરી શકો છો.

Spread the love

Related posts

ભારતમાં લોન્ચ BMW M2 સ્પોર્ટ્સ કાર  ₹1.03 કરોડ કિંમત:કૂપે SUVમાં પહેલાં કરતાં વધુ શક્તિશાળી ટ્વીન-ટર્બો એન્જિન, 4 સેકન્ડમાં 0-100kmphની ઝડપનો દાવો

Team News Updates

ઈલાયચીની ખેતીથી ખેડૂતો કરી શકે છે બમ્પર કમાણી, આ રીતે થાય છે તેની ખેતી

Team News Updates

200 સ્કીમોએ કર્યું રોકાણ,આ 3 મિડકેપ શેરમાં મ્યુચ્યુઅલ ફંડની

Team News Updates