રાજ્યનાં પ્રવાસન સ્થળો ખૂલ્યાં પણ વર્લ્ડ હેરિટેજ સિટીનાં બંધ

0
65
  • ગાંધી આશ્રમ, હઠીસિંહના દેરા, પાલડી મ્યૂઝિયમ હજુ સુધી બંધ

કોરોનાને સરકારે તમામ ટુરિસ્ટ સ્થળો બંધ કર્યા હતા. પરંતુ જૂનથી તબક્કાવાર અનલૉક જાહેર થતાં હવે રાજ્યના મોટાભાગના પ્રવાસન સ્થળો લોકો માટે ખોલી દેવાયા છે. જ્યારે દેશના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના પ્રવાસન સ્થળો હજુ બંધ રખાયા છે. જેના કારણે દેશ-વિદેશથી અમદાવાદ સહિત ગુજરાત ફરવા આવતાં લોકોને અમદાવાદમાં નિરાશ થવું પડે છે.

રાજ્ય સરકારે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે ટુરિસ્ટ સ્થળો ખોલ્યા છે. જેમાં સાસણગીર, દ્વારકા, સોમનાથ, કેવડિયા ટેન્ટ સિટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણોત્સવ સહિત અન્ય સ્થળો માટે ટૂર ઓપરેટરો દ્વારા બુકિંગ શરૂ કરાયું અને હાલમાં દિવાળીમાં આ તમામ સ્થળોએ 80 ટકાથી વધુ બુકિંગ ફુલ પણ થઈ ગયું છે. દેશના એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના પ્રવાસન સ્થળો હજુ સુધી શરૂ કરાયાં નથી. જેમાં હેરિટેજ શહેરની ઓળખ દર્શાવતી હેરિટેજ વોક, ગાંધી આશ્રમ, હઠીસિંહના દેરા, સરદાર સ્મારક, ઝૂલતા મિનારા, રાણી સિપ્રીની મસ્જીદ, પાલડી મ્યૂઝિયમ સહિત શહેરના અન્ય દર્શનીય સ્થળો હજુ પણ લોકો માટે બંધ છે. આ સ્થળો વહેલીતકે શરૂ કરવા ટૂર ઓપરેટરોએ માગણી કરી છે.

24થી 29 નવેમ્બર સુધી કેવડિયા ટેન્ટ સિટી-હોટેલોમાં લોકો રોકાઈ નહીં શકે
દિવાળીમાં લોકો કેવડિયા ખાતે ટેન્ટ સિટી 1-2માં અને ત્યાંની હોટેલમાં રાત્રિ રોકાણ છે. પરંતુ ટેન્ટ સિટી અને હોટેલનું બુકિંગ 24 થી 29 નવેમ્બર સુધી લોકો માટે બંધ કરી દેવાયું છે. લોકો માત્ર સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું બુકિંગ 24થી 27 નવેમ્બર સુધી ચાલુ હોવાથી લોકો ત્યાં ફરવા જઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here