સેમસંગે મંગળવારે ભારતમાં મિડ-રેન્જ સેગમેન્ટમાં એક સસ્તો 4G સ્માર્ટફોન Galaxy A05 લોન્ચ કર્યો છે. કંપનીએ હાલમાં જ આ ફોનને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો છે.
કંપનીએ Samsung Galaxy A05ને બે વેરિયન્ટમાં લોન્ચ કર્યો છે. આ ફોનની શરૂઆતી કિંમત 9,999 રૂપિયા છે. આ ફોન ગ્રીન, સિલ્વર અને બ્લેક રંગના વિકલ્પોમાં ઓફિશિયલ અને ઈ-કોમર્સ વેબસાઇટ્સ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સને ફોન પર 1,000 રૂપિયાનું કેશબેક ડિસ્કાઉન્ટ મળશે.
Samsung Galaxy A05: વેરિએન્ટ મુજબની કિંમત
વેરિયન્ટ | કિંમત |
4GB RAM + 64GB સ્ટોરેજ | ₹9,999 |
6GB RAM + 128GB સ્ટોરેજ | ₹12,499 |
સેમસંગ ગેલેક્સી A05 સ્પેસિફિકેશન
ડિસ્પ્લે: Samsung Galaxy A05 સ્માર્ટફોનમાં 720 x 1600 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.7 ઇંચની HD+ ડિસ્પ્લે છે. આ એલસીડી પેનલ પર બનેલી વોટરડ્રોપ નોચ સ્ક્રીન છે.
પર્ફોર્મન્સઃ મોબાઈલમાં પર્ફોર્મન્સ માટે 2.0 ગીગાહર્ટ્ઝ ક્લોક સ્પીડ સાથે મીડિયાટેક હેલીઓ જી85 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોન Android 13 Pro ઓપરેટિંગ સિસ્ટમ સાથે OneUI ઇન્ટરફેસ પર કામ કરે છે.
મેમરી: Samsung Galaxy A05 વર્ચ્યુઅલ રેમ ટેકનોલોજીથી સજ્જ છે. જેની મદદથી ફોનની ફિઝિકલ રેમમાં 6GB રેમ ઉમેરી શકાય છે, જે તેને 12GB રેમનો પાવર આપે છે. સેમસંગે તેને રેમ પ્લસ ફીચર નામ આપ્યું છે.
કેમેરાઃ ફોન ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રીયર કેમેરાને સપોર્ટ કરે છે. તેની પાછળની પેનલમાં 50MP વાઈડ એંગલ લેન્સ અને 2MP ડેપ્થ સેન્સિંગ કેમેરા છે. Galaxy A05 પાસે સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 8MP ફ્રન્ટ કૅમેરો છે.
બેટરીઃ પાવર બેકઅપ માટે સ્માર્ટફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે. તેને ચાર્જ કરવા માટે 25W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી ઉપલબ્ધ છે.
અન્ય વિશેષતાઓ: Samsung Galaxy A05 ચાર વર્ષની સુરક્ષા અપડેટ્સ અને 2 વર્ષ Android OS અપડેટ્સ સાથે આવે છે. આ ફોનમાં ડ્યુઅલ સિમ 4G, ડ્યુઅલ બેન્ડ WI-FI, બ્લૂટૂથ 5.3 અને GPS જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.