News Updates
BUSINESS

ઓટો ક્ષેત્રે તેજી, 19%ના ગ્રોથ સાથે રિટેલ વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યાં

Spread the love

ઓટો સેક્ટર માટે તહેવારોની સિઝન ઝડપી વૃદ્ધિ કરનારી સાબીત થઇ છે. મજબૂત માંગને કારણે ભારતમાં રિટેલ ઓટોમોબાઈલનું વેચાણ આ તહેવારની સિઝનમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે, જેમાં ટ્રેક્ટરને બાદ કરતાં વાર્ષિક વૃદ્ધિની રજૂ કરવામાં આવી હોવાનું ડીલર્સ બોડી FADAએ જણાવ્યું હતું.એકંદરે ઓટોમોબાઈલનું વેચાણ ગયા વર્ષે 31,95,213 યુનિટ્સની સરખામણીએ આ વર્ષે 42 દિવસના તહેવારોના સમયગાળામાં 19 ટકા વધીને 37,93,584 યુનિટ થયું હતું.

નવરાત્રિના પ્રથમ દિવસથી શરૂ થતા અને ધનતેરસના 15 દિવસ પછી પૂરા થતા સમયગાળા દરમિયાન પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ વધીને 5,47,246 યુનિટ થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 4,96,047 યુનિટની સરખામણીએ 10 ટકા વધુ છે.

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન પ્રારંભિક અંડરપરફોર્મન્સ હોવા છતાં ખાસ કરીને પેસેન્જર વ્હિકલ સેક્ટરમાં દિવાળી સુધીમાં પરિસ્થિતિમાં સુધારો થયો હતો જે 10 ટકા વૃદ્ધિ દર સાથે સમાપ્ત થયો હતો.તહેવારોના સમયગાળા દરમિયાન સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલની સૌથી વધુ માંગ હતી. પેસેન્જર વાહનો માટે ઈન્વેન્ટરી સ્તર નોંધપાત્ર ચિંતાનો વિષય છે કારણ કે OEM વધુ ડિસ્પેચ કરવાનું ચાલુ રાખે છે, આમ ઈન્વેન્ટરી દરને સર્વકાલીન ઉચ્ચ સ્તરની નજીક રાખે છે.

એ જ રીતે, ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન વાર્ષિક ધોરણે 21 ટકા વધીને 20222માં 23,96,665 યુનિટથી આ વર્ષે 28,93,107 યુનિટ થયું છે.કેટલીક શ્રેણીઓમાં રેકોર્ડ-બ્રેકિંગ વેચાણની જાણ કરવામાં આવી હતી, જેમાં ગ્રામીણ વિસ્તારો ખાસ કરીને ટુ-વ્હીલરની ખરીદીમાં વધારામાં ફાળો આપે છે. 42-દિવસના તહેવારમાં કોમર્શિયલ વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 8 ટકા વધીને 1,23,784 યુનિટ થયું હતું.


Spread the love

Related posts

રિલાયન્સ રિટેલની આવક વધી, કંપનીએ ખોલ્યા 471 નવા સ્ટોર

Team News Updates

Realme નો સૌથી પાતળો ફોન ભારતમાં લોન્ચ:33W ફાસ્ટ ચાર્જિંગ, 5000mAh બેટરી સાથે 2 વેરિઅન્ટમાં લોન્ચ, શરૂઆતની કિંમત 8,999

Team News Updates

ટાટા ટેકનો શેર 140% વધીને 1200 રૂપિયા પર લિસ્ટ થયો:તેની ઈશ્યુ કિંમત 500 રૂપિયા હતી, ગાંધાર ઓઈલના શેરે પણ 76% નફો આપ્યો

Team News Updates