દુનિયાના અનેક દેશો ચીન (China) ની વિસ્તારવાદી નીતિથી ભારે પરેશાન છે. જોકે ડ્રેગન (Dregon) તેનું વારંવાર ખંડન કરતું રહે છે. પરંતુ હવે ચીનના સરકારી મીડિયા (Chinese Media)એ જ તેની આ પોલ ખોલી નાખી છે. ચીનની જાણીતી ચેનલના (Chine News Channel) સિનિયર પ્રોડ્યુસરે (Senior Produtior) જ ચીનની આ હરકતને દુનિયા સામે ઉઘાડી પાડી દીધી છે.
આ પ્રોડ્યુસરના દાવામાં ખુલાસો થઈ ગયો છે કે, ચીને ભારત (India) સામે બાથ ભીડ્યા બાદ પણ કોઈ કારી ના ફાવતા હવે ડોકલામ (Doklam) નજીક તિબેટ (Tibet)માં જ એક આખુ ગામ વસાવી લીધું છે. ભારત માટે આ ખુબ જ મહત્વનો વિસ્તાર છે.
ચીનના CGTN ન્યૂઝના સીનિયર પ્રોડ્યુસર શેન શિવઈએ કેટલાક ફોટા શેર કરી એ દેખાડવા માંગતા હતાં કે, ડોકલામ પાસે ચીને કઈ હદે વિકાસ કરી નાખ્યો છે. જોકે આ હરકત તેમને જ મોંઘી પડી ગઈ છે. તેઓ બતાવવા માંગતા હતાં કે ચીને ડોકલામ પાસે કેટલો વિકાસ કરી નાખ્યો છે. જોકે તેમને આ હરકત મોંઘી પડી ગઈ છે. કારણ કે, કે તે જગ્યાનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં તે ભૂટાનની સરહદની અંદર આવે છે. ભારત માટે આ વિસ્તાર ખુબ જ મહત્વનો છે કારણ કે વર્ષ 2017માં ચીન અને ભારતના સૈન્ય વચ્ચે અથડામણ થઈ હતી.
શેન શિવઈના જણાવ્યા પ્રમાણે, ચીને ભૂટાનના વિસ્તારમાં 2 કિમી સુધી અંદર એક ગામ વસાવ્યું છે, જે ડોકલામથી માત્ર 9 જ કિલોમીટર જ દૂર છે. જ્યાં 2017માં ચાઈનીઝ અને ભારતીય સૈનિકો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ચીનના સરકારી મીડિયાના એક વરિષ્ઠ પત્રકાર દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરોમાં ગામ નજરે પડ્યું છે. હટાવી દેવાયેલા ટ્વીટ્સમાં, ચાઈનીઝ સીજીટીએન ન્યૂઝના એક વરિષ્ઠ પ્રોડ્યુસર શેન શિવેઈએ ગામની તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તે ડોકલામ ક્ષેત્ર હતું.
ચાઈનીઝ ગામ પંગડા ભૂટાનની સરહદની અંદર 2 કિમીના અંતરે આવેલું છે અને એ વાતનો એક સંકેત છે જેની ભારતે હંમેશા તેની આશંકા વ્યક્ત કરી છે. ચીન ભારતીય અને ભૂટાન ક્ષેત્રમાં કાપ મૂકવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ બાબત ભારત માટે ખાસ ચિંતાજનક છે. કેમકે તે ભૂટાનની ક્ષેત્રીય અખંડિતતા માટે જવાબદાર છે કે જેની પાસે એક મર્યાદિત સશસ્ત્ર દળ છે.
ઉલ્લેખનીય છે કે દોકલામ ગતિરોધ ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદાખમાં ટકરાવ અગાઉ સૌથી ગંભીર મુદ્દો હતો. લદાખમાં ગતિરોધ બાદ બંને દેશોએ પરમાણુ-હથિયારોથી સજ્જ બંને દેશોએ સરહદે હજારો સૈનિકોને મોકલ્યા છે. ત્યારે ચીનની આ હરકત ફરી એકવાર ડોકલામ જેવી સ્થિતિ ઉભી કરી શકે છે.