આતંકનું નવું હથિયાર:ટોચના નેતાઓ પર હવે કોરોનાગ્રસ્ત લેટરબોમ્બનો ખતરો, ઈન્ટરપોલે ચેતવણી આપી

0
88
  • ઈન્ટરપોલે જાહેર કરેલ ચેતવણીમાં કહેવાયું, આતંકવાદી જૂથો કોરોનાનો હથિયાર તરીકે પણ ઉપયોગ કરી શકે છે
  • 9/11 પછી અમેરિકામાં એન્થ્રેક્સ નામના ઝેરી વિષાણુયુક્ત અદૃષ્ય પાઉડર છાંટેલા પત્રો મોકલી જીવલેણ હુમલા થયા હતા

કોરોનાનો કહેર ઓછો હોય તેમ હવે તેમાં આતંકવાદનો ભય પણ ઉમેરાયો છે. આંતરરાષ્ટ્રીય તપાસ સંસ્થા ઈન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવેલ ચેતવણી મુજબ, આતંકવાદી જૂથો વિવિધ દેશોના ટોચના નેતાઓને સંક્રમિત કરવા માટે કોરોનાનો ચેપ પરબિડિયા મોકલીને પ્રસારે એવો ભય વ્યક્ત થયો છે.

આ અંગે ઈન્ટરપોલ દ્વારા ભારત સહિત દરેક દેશોને ચેતવણી આપવામાં આવી છે. ઉચ્ચ હોદ્દા પરના નેતાઓને મળતાં પત્રો સંક્રમિત હોઈ શકે એવી શંકાને ધ્યાનમાં રાખીને ઈન્ટરપોલ દ્વારા વિશેષ માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

જૈવિક હુમલા અંગે શું ચેતવણી આપી?

  • કોવિડ-19 અંગે ઈન્ટરપોલે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં જાહેર કરેલ નવી માર્ગદર્શિકામાં કોરોના વાયરસનો જૈવિક હુમલા (બાયોલોજિકલ એટેક) તરીકે ઉપયોગ થવાનો ભય વ્યક્ત કર્યો છે.
  • ઈન્ટરપોલે કોઈ દેશ કે નેતાનું નામ જાહેર કર્યા વગર સ્પષ્ટ જણાવ્યું છે કે, કેટલાંક નેતાઓને મોકલાયેલા પત્રોમાં કોરોના વાઈરસ હોવાનું જણાયું છે. આવા એકથી વધુ પત્રો વારંવાર મળ્યા હોવાથી એ જૈવિક હુમલો હોવાની સંભાવનાઓ પ્રબળ છે.
  • એવો દાવો પણ ઈન્ટરપોલ દ્વારા કરવામાં આવ્યો છે કે કેટલાંક આતંકી જૂથો કોરોના સંક્રમણના સેમ્પલ ઓનલાઈન વેચી રહ્યા છે.
  • નેતાઓ ઉપરાંત સમગ્ર દેશ માટે ખતરો હોવાનું જણાવતાં ઈન્ટરપોલે કહ્યું છે કે, મોટા પ્રમાણમાં પત્રો મોકલીને પોસ્ટલ વિભાગ દ્વારા માસ ઈન્ફેક્શન (સામુહિક સંક્રમણ) વધારવાનો પ્રયાસ પણ નકારી શકાય નહિ.

9/11 પછીના એન્થ્રેક્સ આતંકની યાદ

  • વર્ષ 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલ કાયદાએ આતંકી હુમલો કર્યો એ પછી તરત 18 સપ્ટેમ્બરના રોજ કેટલાંક અમેરિકન સેનેટર અને મીડિયા ફિલ્ડના લોકોને ભેદી પત્રો મળ્યા હતા. એ પત્રો ખોલ્યા બાદ ભારે સંક્રમણના કારમે કેટલાંક લોકો મૃત્યુ પામ્યા હતા.
  • બાદમાં ઘનિષ્ઠ તપાસને અંતે એ પત્રોમાં એન્થ્રેક્સ નામના અદૃષ્ય જીવાણુઓ મોકલાયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વિમાન દ્વારા આતંકી હુમલા પછી તરત આવા જૈવિક હુમલાને લીધે અમેરિકા સ્તબ્ધ થઈ ગયું હતું અને તેને લેટરબોમ્બ એટેક તરીકે ઓળખવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here