સરકારી કંપનીઓને વેચવાનો એજન્ડા ચાલુ રહેશે : વધુ સુધારાના સિતારામનના સંકેત

0
69

કોવિડ-19 મહામારી વચ્ચે અવસર બનાવ્યો: કેન્દ્રીય નાણામંત્રીને સંપૂંર્ણ આત્મવિશ્વાસ

ભારતને વૈશ્વિક રોકાણનું પ્રમુખ કેન્દ્ર કે હોટસ્પોટ બનાવવા માટે આર્થિક સુધારાની ગતિ આ ઝડપથી જ ચાલુ રહેશે તેવો ભરોસો નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઈન્ડસ્ટ્રીને દર્શાવ્યો છે. નિર્મલા સીતારમણે ભારતીય ઉદ્યોગ પરિસંઘ દ્વારા આયોજિત એક વર્ચ્યુઅલ કાર્યક્રમને સંબોધિત કરતાં આ વાત કહી હતી. વિત્ત મંત્રીએ કહ્યું કે, સરકાર ભારતને રોકાણનું કેન્દ્ર બનાવવાની દિશામાં પગલાંઓ ભરી રહી છે. આર્થિક સુધારાઓને ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત તેઓએ ભવિષ્યમાં હજુવધારે મોટા સુધારાઓનાં પણ સંકેત આપ્યા હતા. તેઓએ કહ્યું કે, મોટા પાયે હજુ વધારે સુધારાઓ માટે પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.


નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારતે કોવિડ 19 મહામારીથી પેદા થયેલ સંકટને આર્થિક સુધારાઓને પુશ આપવાનો અવસર બનાવી લીધો છે. આ સુધારા અનેક દશકોથી પેન્ડિંગ હતા. મહામારીના સમયમાં પણ વડાપ્રધાને મોટા સુધારા કરવાનો મોકો ગુમાવ્યો નહીં. આગળ તેઓએ કહ્યું કે, નાણાકીય સેક્ટરને પ્રોફેશનલાઈઝ કરવામાં આવી રહ્યું છે અને સરકાર પોતાના વિનિવેશના એજન્ડાને આગળ પણ ચાલુ રાખશે.
કાર્યક્રમમાં મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે આશા વ્યક્ત કરી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં કરન્ટ એકાઉન્ટમાં ખોટ નહીં પણ સરપ્લસ નોંધાવશે. કોવિડ 19 મહામારીને કારણે અર્થવ્યવસ્થામાં ઉત્પાદન વધારે છે અને તેના જવાબમાં માગ ઓછી છે. એટલે કે અંડર હીટિંગની સ્થિતિ છે. જેને કારણે ઈમ્પોર્ટ ઘટશે. અને તેનાથી દેશ સરપ્લસ હાંસલ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here