ખેડૂતોની ટ્રેક્ટર રેલી LIVE:ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ટ્રેક્ટરોને પોલીસે રોક્યા, ખેડૂતો પર ટિયર ગેસ છોડાયા; દિલ્હીના લોકો ફુલ વરસાવી સ્વાગત કર્યું

0
947

નવા કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ દિલ્હીની 3 બોર્ડરથી ટ્રેક્ટર રેલી શરૂ કરી છે. ખેડૂતો દિલ્હી અને ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ તોડવાની શરૂઆત કરી દીધી છે. પોલીસે પ્રજાસત્તાક દિવસની પરેડ પત્યા પછી 12 વાગ્યાથી ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી આપી હતી પરંતુ ખેડૂતોએ સમય પહેલાં જ ટ્રેક્ટર રેલીની શરૂઆત કરી દીધી હતી.

અપડેટ્સ

  • સિંધુ બોર્ડરથી સતત ટ્રેક્ટરો નીકળી રહ્યા છે. અત્યાર સુઘી ખેડૂતો દિલ્હી પોલીસે આપેલા રુટ પર છે. તેઓ આગળ એક ટી પોઈન્ટ પર રોકાઈ ગયા છે. માનવામા આવે છે કે, તેમનો રિંગ રોડથી એન્ટ્રી કરવાનો પ્લાન છે. તેથી ટી પોઈન્ટથી આગળ વધવાના બદલે ટ્રેક્ટરો વધવાની રાહ જોઈ રહ્યા છે. જેથી એક સાથે દિલ્હી પહોંચી શકે.
  • સિંધુ બોર્ડરથી નીકળેલી ટ્રેક્ટર પરેડની આગળ ઘોડા પર નિહંગ ફોજ ચાલી રહી છે. સિંધુ અને ટીકરી બોર્ડરથી ખેડૂતોનો જથ્થો પગપાળા ચાલી રહ્યો છે.
  • રસ્તામાં લોકો ટ્રેક્ટર પરેડનું સ્વાગત કરી રહ્યા છે. સ્વરૂપ નગરમાં લોકોએ ખેડૂતો પર ફૂલ વરસાવ્યા હતા. આ જગ્યા સિંધુ બોર્ડરથી 14 કિમી દૂર છે. નાંગલોઈમાં લોકો ઢોલ વગાડતા અને નાચતા દેખાયા હતા.
  • ગાઝીપુર બોર્ડર બેરિકેડ તોડીને નીકળેલા ખેડૂતોને થોડા અંતરે જ પોલીસે રોકી દીધા હતા. પોલીસે ખેડૂતોને અપીલ કરી હતી કે શાંતિ વ્યવસ્થા જાળવી રાખવામાં મદદ કરે. પોલીસનું કહેવું છે કે, જ્યાં સુધી પાછળના ટ્રેક્ટર ન આવી જાય ત્યાં સુઝી ખેડૂતો એક પોઈન્ટ પર રોકાઈ જાય. આ વિશે ખેડૂતો અને પોલીસ વચ્ચે થોડી ખેંચતાણ પણ થઈ હતી.
  • ગાઝીપુર બોર્ડર પર સવારે 4 વાગ્યાથી ખેડૂતો માટે જમવાનું બની રહ્યું છે. અહીં મોટા ભાગના ખેડૂતો પશ્ચિમ યુપીથી આવ્યા છે. અહીં 10થી 15 હજાર ટ્રેક્ટરો પહોંચેલાં છે. રૂટ વિશે ખેડૂતોમાં મૂંઝવણની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ ભાકિયુના પ્રવક્તા ધર્મેન્દ્ર મલિકે કહ્યું હતું કે ગણતંત્ર દિવસના કાર્યક્રમ પછી પોલીસે આપેલા રૂટ પર જ પરેડ કરશે.
  • ટીકરી બોર્ડર પર યુવાઓનું ગ્રુપ સ્ટેજની પાસે ઊભા છે. હાલ બધું શાંતિથી ચાલી રહ્યું છે. પોલીસે અત્યારસુધીમાં બેરિકેડ્સ હટાવ્યાં નથી.

ટ્રેક્ટર રેલી શરૂ થઈ એ પહેલાં સિંધુ બોર્ડર પર 35-40 કિમી સુધી ટ્રેક્ટરોની લાઈન લાગી ગઈ છે. ખેડૂતોએ જાતે જ બેરિકેડ્સ હટાવવાની શરૂઆત કરી દીધી હતી. પોલીસે જે ટ્રકો ઊભી રાખી હતી એને ખેડૂતો તેમના ટ્રેક્ટરથી ધક્કા મારીને ખસેડી દીધી હતી.

એક લાખ ટ્રેક્ટર પહોંચ્યા હોવાનો ખેડૂતોનો દાવો
પોલીસે ખેડૂતોનો માત્ર 5 હજાર ટ્રેક્ટર્સ સાથે રેલી કાઢવાની મંજૂરી આપી છે, પરંતું માત્ર સિંધુ બોર્ડર પર જ 20 હજારથી વધારે ટ્રેક્ટરો પહોંચી ગયાં છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે સિંધુ, ટીકરી અને ગાઝીપુર પર અંદાજે એક લાખ ટ્રેક્ટર પહોંચશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here