News Updates
ENTERTAINMENT

BIGG BOSS 18:ઘરમાં પ્રવેશતા જ મચાવી ધમાલ;‘ડોલી ચાયવાલા’ની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી ! 

Spread the love

સોશિયલ મીડિયા સેન્સેશન ડોલી ચાયવાલા બિગ બોસ 18માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરી રહ્યા છે. તેમણે સલમાન ખાન સાથેના વીડિયો શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. ડોલી ચાયવાલાના પ્રવેશથી બિગ બોસના ઘરમાં નવી ઉત્તેજના આવી ગઈ છે. આ પહેલા કશિશ કપૂર અને દિગ્વિજય રાઠી પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરી ચૂક્યા છે. સલમાન ખાન પણ શોમાં પરત ફરી રહ્યા છે.

સોશિયલ મીડિયા સેન્સેશન અને વાયરલ કિંગ ‘ડોલી ચાયવાલા’ તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા. હવે, મહારાષ્ટ્રના રાજકીય ગલિયારામાંથી બહાર નીકળીને, ડોલી ચાયવાલા સીધા બિગ બોસ 18 ના ઘરમાં પ્રવેશી ચુક્યા છે. ડોલી ચાયવાલા ટૂંક સમયમાં બિગ બોસના ઘરમાં તેમની ફેમસ અંદાજમાં ચા બનાવતા જોવા મળશે.

ડોલી ચાયવાલાએ ખુદ તેના ઈન્સ્ટાગ્રામ પર આનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ડોલી ચાયવાલા સલમાન ખાન સાથે મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. આ સાથે ડોલી ચાયવાલાએ પણ બિગ બોસના ઘરમાં પોતાની જાણીતી શૈલીમાં ચા તૈયાર કરી છે અને સ્પર્ધકોને પીરસી છે.

આ પહેલા કશિશ કપૂર અને દિગ્વિજય રાઠીએ ગયા અઠવાડિયે બિગ બોસમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી. હવે આ અઠવાડિયે ફરી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીનો ધમાકો જોવા મળશે. આ સિવાય સલમાન ખાન પણ શોના હોસ્ટ તરીકે બિગ બોસના સેટ પર વાપસી કરવા જઈ રહ્યો છે. ડોલી ચાયવાલાએ શેર કરેલા વીડિયોમાં સલમાન ખાન પણ સ્ટેજ પર જોવા મળશે.

રવિ કિશન છેલ્લા 2 અઠવાડિયાથી બિગ બોસમાં વીકેન્ડ કા વાર હોસ્ટ કરી રહ્યો છે. એક દિવસ એકતા કપૂર પણ હોસ્ટ તરીકે બિગ બોસના સેટ પર પહોંચી હતી. સલમાન ખાન તેની ફિલ્મ સિકંદરના શૂટિંગને કારણે શો હોસ્ટ કરી શક્યા ન હતા. પરંતુ હવે દર્શકોની રાહનો અંત આવ્યો છે. સલમાન ખાન ફરીથી બિગ બોસના સેટ પર પરત ફરી રહ્યો છે. સલમાન ખાન આ સપ્તાહના વીકેન્ડ વારમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરશે અને સ્પર્ધકો સાથે મસ્તી કરવા જઈ રહ્યો છે.


Spread the love

Related posts

T20 World Cup Final 2024:બાર્બાડોસની પિચનો કર્યો અભ્યાસ,  ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમોએ

Team News Updates

60 મહિના માટે સલમાને ​​​​​​​ભાડા પર પ્રોપર્ટી આપી:દર મહિને 1 કરોડ ભાડું વસૂલ કરશે, 4 માળની બિલ્ડીંગમાં ફૂડ સ્ક્વેર ખોલ્યું

Team News Updates

વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર T20 અને ODI રમવાની ના પાડી, આ છે મોટું કારણ

Team News Updates