સુશાંત કેસ : રિયા ચક્રવર્તી હોસ્પિટલમાં સુશાંતની ડેડબોડી સાથે 45 મિનિટ સુધી રહી હતી, સુબ્રમણ્યમ સ્વામીએ પૂછ્યું – શું તે પુરાવાઓ સાથે ચેડાં કરતી હતી?

0
417
  • એક ન્યૂઝ ચેનલે હોસ્પિટલના મોર્ગ (શબઘર) ડિપાર્ટમેન્ટમાંથી રિયાનો વીડિયો સામે આવ્યો હોવાનો દાવો કર્યો છે. એક્ટ્રેસ અહીંયા ત્રણ લોકો સાથે જોવા મળી હતી
  • વીડિયો સામે આવ્યા બાદ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે પ્રતિબંધિત વિસ્તારમાં જવાની પરવાનગી રિયાને કેવી રીતે મળી?

CBIએ મુંબઈમાં સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસની તપાસ શરૂ કરી દીધી છે. જોકે, આ કેસમાં નવા નવા દાવાઓ રોજ કરવામાં આવી રહ્યા છે. હવે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતનો પાર્થિવ દેહ કૂપર હોસ્પિટલમાં હતો ત્યારે રિયા ચક્રવર્તી અહીંયા આવી હતી. આટલું જ નહીં તે સુશાંતની ડેડબોડી આગળ 45 મિનિટ સુધી રહી હતી. આ સંબંધિત એક વીડિયો પણ સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં રિયાની સાથે અન્ય ત્રણ લોકો પણ જોવા મળ્યા
ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, તેમને રિયાનો એક વીડિયો મળ્યો છે. આ વીડિયોમાં રિયા હોસ્પિટલના શબઘરમાં જતી જોવા મળી હતી અને ત્યાંથી 45 મિનિટ બાદ બહાર આવી હતી. વીડિયો 15 જૂનની સવારનો છે. રિયાની સાથે બે યુવક તથા એક યુવતી પણ હતા. કહેવામાં આવી રહ્યું છે કે જે યુવતી છે તે શ્રુતિ મોદી અને બે યુવકોમાંથી એક રિયાનો ભાઈ શોવિક તથા બીજો સુશાંતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા હતો.

વીડિયો સામે આવ્યા બાદ હવે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે રિયાને શબઘરમાં જવાની પરવાનગી કેવી રીતે મળી? આ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર હોય છે અને તેની અંદર પોલીસ તથા મૃતકના પરિવારની પરવાનગી વગર કોઈ જઈ શકતું નથી. એ પણ આ સમયે જ્યારે કોરોનાવાઈરસને કારણે સરકાર તથા તંત્ર તમામ પ્રકારની સાવચેતી રાખવા પર ભાર આપી રહ્યું છે.

સુબ્રમણ્યમ સ્વામીનો સવાલઃ શું પુરાવા સાથે ચેડાં કરવામાં આવ્યા હતા?
વાઈરલ વીડિયો જોયા બાદ ભાજપ નેતા તથા રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સવાલ કર્યો હતો. તેમણે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, જ્યારે આર સી કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હતું ત્યારે રિયા ત્યાં 45 મિનિટ સુધી હતી. શું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું ત્યારે તે રૂમની અંદર હતી અને પુરાવા સાથે ચેડાં કરતી હતી? તેનું નિકનેમ ફેમી ફેટલ (મેન ઈટર અથવા ખલનાયિકા) કરી દેવું જોઈએ.

CBIએ કુકને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો
CBIએ સુશાંત સિંહ રાજપૂતના કુક નીરજને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે. નીરજે દાવો કર્યો હતો કે તેણે 14 જૂનના રોજ સુશાંતને જ્યૂસ આપ્યો હતો.

શું CBIને મુંબઈ પોલીસ પર વિશ્વાસ નથી?
રિપોર્ટના મતે CBIની ટીમ મુંબઈ પહોંચી ગઈ છે. તેઓ ડિફેન્સ મિન્સ્ટ્રી હેઠળ આવતા કલીના DRDO ગેસ્ટ હાઉસમાં રોકાયા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે CBIના અધિકારીઓને મહારાષ્ટ્ર સરકાર તથા ત્યાંની પોલીસ પર વિશ્વાસ નથી. આથી જ તેમણે કોઈ હોટલ કે રાજ્ય સરકારના ગેસ્ટ હાઉસને બદલે ડિફેન્સ મિનિસ્ટ્રીના ગેસ્ટ હાઉસમાં રોકાવાનો નિર્ણય લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here