News Updates
JUNAGADH

કેરી રસિકો આનંદો ! માવઠા બાદ પણ કેસર કેરીની પુષ્કળ આવક, કેરીના ભાવમાં પણ ઘટાડો

Spread the love

કેસર કેરીના રસિયાઓને હતું કે આ વર્ષે કેસર કેરીના ભાવ આસમાને પહોંચશે અને તેને કારણે કેસર કેરી ખાવા નહીં મળે. પરંતુ હાલની સ્થિતિ એવી છે કે તાલાલા યાર્ડ કેસર કેરીઓના બોક્સથી છલકાઈ રહ્યું છે.

આ ઉનાળાની સિઝનમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો તેને કારણે ગીર સોમનાથના (Gir Somnath) તાલાળાની પ્રખ્યાત કેરીના પાક પર ખતરો તોળાયો હતો. કેસર કેરીના (Kesar Mango) પાકને માવઠાને કારણ નુકસાન પણ થયું હતું. કેસર કેરીના રસિયાઓને હતું કે આ વર્ષે કેસર કેરીના ભાવ આસમાને પહોંચશે અને તેને કારણે કેસર કેરી ખાવા નહીં મળે. પરંતુ હાલની સ્થિતિ એવી છે કે તાલાલા યાર્ડ કેસર કેરીઓના બોક્સથી છલકાઈ રહ્યું છે. ખેડૂતોને હતું કે કેસર કેરીને મોટાપ્રમાણમાં નુકસાન થશે. પરંતુ માવઠા બાદ પણ કેરીનું ઉત્પાદન એટલું બધું થયું કે ખેડૂતો પણ ખુશ છે.

માત્ર તાલાળા મેંગો માર્કેટની વાત કરીએ તો અત્યાર સુધી યાર્ડમાં ત્રણ લાખ બોક્ષની આવક થઈ છે. સાથે જ છેલ્લા બે દિવસમાં રેકોર્ડ બ્રેક 25 હજાર કેરીના બોક્સની આવક થઈ છે. જો કિંમતની વાત કરીએ તો 10 કિલોના બોક્સના 300 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. ખેડૂતો અને વેપારીઓના જણાવ્યા પ્રમાણે સામાન્ય સીઝનમાં પણ આટલી બમ્પર આવક ભાગ્યે જ જોવા મળે છે, જે છેલ્લા બે દિવસથી જોવાઈ રહી છે. આટલું જ નહીં પણ આ સિઝનમાં 800 ટન કેસર કેરી વિશ્વના અનેક દેશોમાં નિકાસ પણ કરવામાં આવી છે.


Spread the love

Related posts

જુઓ FREE: “THE KERALA STORY” માતાઓ અને બહેનો માટે એકદમ ફ્રી…

JUNAGADH:8 લાખથી વધુના દાગીના જુનાગઢમાં દીવાન ચોક ખાતે સોનાની પેઢીમાં ગીરવે મુકેલા બે વેપારીઓ ઓળવી ગયાની ફરિયાદ નોંધાઈ

Team News Updates

વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા ‘મોક્ષરથ’ તેમજ ‘નાગરિક સુવિધા કેન્દ્ર’નું કરાયું લોકાર્પણ

Team News Updates