સુરતના માંગરોળમાં આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા દલિતો લાલઘૂમ આપી આંદોલનની ચીમકી

0
146
સુરતના માંગરોળમાં ડોક્ટર આંબેડકરની પ્રતિમા ખંડિત કરવા મામલે દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. દલિત સમાજના લોકોએ એકઠા થઈને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. દલિત જિલ્લા આરોગ્ય સમિતિના અધ્યક્ષ કિશોર પાનાવાલાની આગેવાનીમાં દલિતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
  • સુરત માંગરોળમાં ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરવાનો મામલો
  • ટિખ્ખડખોર સામે કાર્યવાહીની ઉઠી માગ
  • દલિત સમાજના લોકો થયા એકઠા

માંગરોળ ના તરસાડી ખાતે દલિત સમાજ ના લોકો નો વિરોધ,તરસાડી ના આંબેડકર ચોક ખાતે આવેલ ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ખંડિત કરાતાં દલિત સમાજ ના લોકો ભેગા થયાં, અજાણ્યા તત્વો દ્વારા ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ખંડિત કરવામાં આવી છે,ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને અજાણ્યા તત્વો એ મોઢા ના ભાગે બોથડ પદાર્થ વડે ઘા ઝીંકી ખંડિત કરવામાં આવી છે.

આ ઘટના ને લઈ દલિત સમાજ ના લોકો માં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે આ કૃત્ય કરનાર તત્વો ને ઝડપી તેના ઉપર પોલીસ કાર્યવાહી કરવા દલિત સમાજ ના લોકો ની માંગ છે આજ રોજ આના જ વિરોધ માં સુરત આરોગ્ય સમિતિ ના અધ્યક્ષ તેમજ દલિત સમાજ ના આગેવાન કિશોર પાનવાલા સાથે મોટી સંખ્યા માં દલિત સમાજ ના લોકો તરસાડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ડૉ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને નુકશાન પહોંચાડનાર ટિકણખોરો ને પકડી થી ઝડપી પોલીસ કાર્યવાહી કરવા માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here