1 નવેમ્બરથી શૈક્ષણિક સત્રની શરુઆત, અભ્યાસ પુરો કરવા આ રજાઓ પર મુકાશે કાપ

0
404
કોરોના કાળમાં બંધ પડેલી યુનિવર્સિટી અને કોલેજોમાં 2020-21ના શૈક્ષણિક સત્રની શરુઆત 1 નવેમ્બરથી થવા જઈ રહી છે. સ્નાતક અને પોસ્ટ ગ્રેજ્યુએટના પહેલા વર્ષમાં 31 ઓક્ટોમ્બર સુધી એડમિશન થશે. અભ્યાસ દરમિયાન આ વર્ષે શિયાળા અને આવતા વર્ષે ઉનાળાની રજાઓ તથા અન્ય રજાઓમાં કાપ મુકવામાં આવશે. યુજીસીએ પોતાના દિશા નિર્દેશમાં કહ્યું છે કે સત્રમાં મોડુ થવાના કારણે ચાલી રહેલા પાઠ્યક્રમોને પુરો કરવા માટે રજામાં કાપ મુકવામાં આવ્યો છે.
  • યુજીસીએ નવા શૈક્ષણિક કેલેન્ડરને જારી કર્યો છે
  • ગ્રેજ્યુએટ પાઠ્યક્રમો માટે ક્લાસ 1 નવેમ્બરથી શરુ થશે
  • વેકેશનની રજાઓ પર મુકાશે કાપ

કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરી આ જાણકારી આપી હતી કે યુજીસી તરફથી જારી સંશોધિત શૈક્ષણિક કેલેન્ડર મુજબ પહેલા વર્ષમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પાઠ્યક્રમો માટે ક્લાસ 1 નવેમ્બરથી શરુ થશે.

  • CM રૂપાણી બોલ્યાં, પરેશભાઈ કહે છે 55 ટકા પ્રીમિયમ પ્રાઇવેટ કંપની લઈ જાય છે એટલે જ તો અમે…
  • ડિવિલિયર્સે નામ બદલીને પંત કરી દીધું તો વિરાટે પણ સિમરનજીત રાખ્યું, હકીકત જાણીને કરશો સલામ
  • કંગના જે ઈચ્છતી હતી તે કરવા હું કંફર્ટેબલ ન હતો અને એટલે જ મેં Manikarnika ફિલ્મ છોડી : સોનુ સૂદ

આયોગે વિશ્વવિદ્યાલયોને નિર્દેશ આપ્યો છે કે આ પાઠ્યક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા 31 ઓક્ટોમ્બરે સમાપ્ત કરી દેવામાં આવશે. અભ્યાસ પુરો કરવા માટે અઠવાડીયમાં 6 દિવસ ક્લાસ ચાલશે. નવા સત્ર ઓનલાઈન, ફેસ ટુ ફેસ ક્લાસરુમમાં અને મિશ્રત મોડથી ચલાવવામાં આવશે. આ શૌક્ષણિક કેલેન્ડર એઆઈસીટીઈના ટેક્નિકલ કોલેજો પર લાગુ પડશે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)ને 10માં અને 12માં ધોરણની કમ્પાર્ટમેન્ટ પરિક્ષાના પરિણામ જલ્દીથી જલ્દી જાહેર કરવા માટે મહત્વના નિર્દેશ આપ્યા છે. જેથી હાલના શૈક્ષણિક વર્ષમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે. સીબીએસઈએ ગુરુવાર સુધી કમ્પાર્ટમેન્ટ પરિક્ષાના પરિણામ ક્યારે જાહેર થશે તેની માહિતી કોર્ટને આપવાની રહેશ. જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ સંજીવ ખન્નાની પીઠે યુજીસીને 24 સપ્ટેમ્બર સુધીમાં શૌક્ષણિક કેલેન્ડર જારી ન કરવા કહેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here