૭૫ વર્ષની ઉંમરે ગંભીર બિમારી હોવા છતા કોરોના સામેનો જંગ જીત્યા ઈશ્ર્વરલાલ જોષી

0
144

વેરાવળમા રહેતા વૃધ્ધે મક્કમ મનોબળ સાથે સારવાર મેળવી સરકારી હોસ્પિલ વેરાવળ ખાતેથી સ્વચ્થ થતા ડિસ્ચાર્જ કરાયા

ગીર સોમનાથ કોરોના વાયરસના સંક્રમણના કારણે અનેક માનવ જીંદગીનો ભોગ લેવાયો છે. સંક્રમિત થયા બાદ સારવાર અને સાવચેતીના કારણે લાખોની સંખ્યામાં દર્દીઓ સાજા થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓને તેમના ઘરે હોમ આઈસોલેશનમાં રાખી સારવાર કરવામાં આવે છે. અને વધુ પ્રમાણમાં કોરોનાનું ઈન્ફેકશન હોય તેવા દર્દીઓને કોવિડ-૧૯ હોસ્પિટલમાં સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ સારવાર કરવામાં આવી રહી છે. અને દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવે છે. વેરાવળ શહેરના ૭૫ વર્ષિય વૃધ્ધને ડાયાબીટીસ, બી.પી, કિડની અને પેરાલીસીસની બિમારી હોવા છતા કોરોના સામેનો જંગ જીત્યા છે. અને હાલમાં તેઓનું આરોગ્ય સંપૂર્ણ સ્વચ્થ છે.


વેરાવળના ગીતાનગરમાં રહેતા ઈશ્ર્વરલાલ લક્ષ્મીશંકર જોષીની ઉંમર વર્ષ-૭૫ છે. તેઓને ડાયાબીટીશ, બી.પી, કીડની અને પેરાલીસીસની બિમારી હતી અને થોડા સમય પહેલા તેઓને કોરોના વાયરસના લક્ષણો જણાતા સેમ્પલ લઈ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર માટે સરકારી કોવિડ-૧૯ હોસ્પિટલ વેરાવળ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં સતત ચાર દિવસ સુધી સારવાર કરવામાં આવતા તેઓની તબીયતમાં સુધારો થવા લાગ્યો હતો. બાદમાં કોરોના વાયરસના વધુ સંક્રમિત દર્દીઓનું ઈન્ફેકશન ન લાગે તે માટે ઈશ્ર્વરલાલને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અને ત્યાર પછી તેઓના ઘરે હોમ આઈસોલેશમાં રહી સારવાર મેળવી હતી. અંતે કોરોના સામેનો જંગ જીત્યા હતા. ગંભીર બિમારી હોવા છતા કોરોનાને પરાકાષ્ટ આપી નવી જીંદગી મળી છે. કોરોનાથી ડરવાની જરૂર નથી બસ માત્ર સાવચેતી રાખવાની જરૂર છે. અને કોરોના સંક્રમિત થયા બાદ પણ જરાય હિંમત હાર્યા વગર સારવાર મેળવવાથી કોઈપણ સિનિયર સિઝીજન કોરોના માંથી મુક્ત થઈ શકે છે. તેમ તેમના પુત્ર ભરતભાઈ જોષીએ વિગત આપતા જણાવ્યું હતું.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here