News Updates
ENTERTAINMENT

અફઘાનિસ્તાનની જીત પર હરભજન સિંહ અને ઈરફાન પઠાણનો ભાંગડા ડાન્સ

Spread the love

વર્લ્ડ કપમાં 2023માં અફઘાનિસ્તાનની ટીમે ફરી એકવાર પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ટીમને હરાવી બધાને ચોંકાવી દીધા હતા. જે બાદ મેદાનમાં ઉજવણીનો માહોલ છવાયો હતો. જીત બાદ અફઘાનિસ્તાની ખેલાડીઓ અને ફેન્સની સાથે મેદાનમાં હાજર તમામ ફેન્સની સાથે સ્ટુડિયોમાં હાજર બે ભારતીય દિગ્ગજો પણ ઝૂમી ઉઠયા હતા અને અફઘાનિસ્તાનની જીતની ઉજવણી કરી હતી.

અફઘાનિસ્તાનની જીત બાદ ભારતના ઈરફાન પઠાણ અને હરભજન સિંહે હેડલાઈન બનાવી હતી. ભારતના આ બંને દિગ્ગજ ક્રિકેટરોનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ વિડીયો શ્રીલંકા સામે અફઘાનિસ્તાનની જીત બાદનો છે, જેમાં બંને ખેલાડીઓ ભાંગડા કરી રહ્યા હતા. જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

અફઘાનિસ્તાનની જીત પર ફરી વાર ઈરફાનનો ડાન્સ

આ પહેલી વાર નથી જ્યારે ઈરફાન પઠાણે અફઘાનિસ્તાનની જીત પર ડાન્સ કર્યો હોય. આ પહેલા પાકિસ્તાન સામેની મેચમાં પણ ઈરફાન ડાન્સ કરી ચૂક્યો હતો. 23 ઓક્ટોબરે ચેન્નાઈમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને હરાવ્યું હતું. જે બાદ મેદાનપરથી લાઈવ ટીવી શો પર વાતચીત દરમિયાન ઇરફાને રાશિદ ખાનને ગળે મળી તેની સાથે ડાન્સ કર્યો હતો અને જીતની ઉજવણી કરી હતી.

ડાન્સનો વિડીયો થયો વાયરલ

આ બને ભારતીય દિગ્ગજોનો ડાન્સનો વિડીયો હાલ સોશિયલ મીડીયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અફઘાનિસ્તાનની જીત બાદ બંને ખેલાડીઓ ભાંગડા ડાન્સ કરી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. અનેક ફેન્સે આ વિડીયો શેર કર્યો છે. લાખો ફેન્સે આ વિડીયો લાઇક અને શેર કર્યો છે.

અફઘાનિસ્તાને શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

પુણેના મેદાન પર અફઘાનિસ્તાનનો સામનો શ્રીલંકા સામે થયો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકા 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં અફઘાનિસ્તાને 242 રનનો ટાર્ગેટ 28 બોલમાં માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. અફઘાનિસ્તાને મેચ 7 વિકેટે જીતી લીધી હતી. આ મોટી જીત બાદ અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં પાંચમાં નંબર પર આવી ગયું છે.

પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચ્યું અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનની ટીમ આ વર્ષે વર્લ્ડ કપમાં કમાલ પ્રદર્શન કરી રહી છે. પહેલી બે મેચમાં હાર બાદ તેમણે જોરદાર કમબેક કરી છેલ્લી ચારમાંથી ત્રણ મેચમાં જીત મેળવી હતી અને હવે સતત બે મેચમાં જીત મેળવી છે. અફઘાનિસ્તાન પહેલી વાર વર્લ્ડ કપ સેમી ફાઈનલની રેસમાં પાકિસ્તાન, શ્રીલંકા અને ઇંગ્લેન્ડથી આગળ નીકળ્યું છે.


Spread the love

Related posts

અમિતાભ બચ્ચને કેમ લીધો હતો ત્રિદંડી સંન્યાસ?:41 દિવસ દરમિયાન સદીના મહાનાયકે પરિવારથી દૂર રહીને ઘણા કડક નિયમોનું પાલન કર્યું હતું

Team News Updates

5 વર્ષ બાદ ઈમરાન ખાને શેર કરી પહેલી પોસ્ટ:બોલિવૂડમાં કમબેક અંગે પણ આપ્યો સંકેત, છેલ્લા 8 વર્ષથી ઇન્સ્ટાગ્રામથી હતો દૂર

Team News Updates

વિરાટ કોહલી સાથે શું થયું? વર્લ્ડ કપ બાદ 17 માંથી માત્ર 4 જ મેચ રમ્યો

Team News Updates