વંથલી પી.એસ.આઈ. દ્વારા માસ્ક પહેરવા મુદ્દે યુવકને જાહેરમાં ઢોરમાર મારતો

0
346

પીડીત યુવક ની હોસ્પિટલના બિછાને મુલાકાત લેતા મુસ્લિમ એક્તા મંચના અધયક્ષ ઈમ્તીયાઝ પઠાણ

વંથલી પી.એસ.આઈ. દ્વારા એક મુસ્લિમ યુવકને જાહેરમાં બેફામ લાકડી વડે ફટકારતા તેનો વિડીયો સોશીયલ મિડીયા મા વાયરલ થતા રોષ ફેલાયો છે. શુક્રવાર સાંજના સમયે વંથલી ખાતે રહેતા આદીલ નામનો યુવક તેના પીતા ને લઈ જતો હતો તે સમયે વંથલી પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહયુ હતુ ત્યારે પી.એસ.આઈ. ચાવડા દ્વારા યુવકને રોકી માસ્ક કેમ નથી પહેર્યું તે બાબતે પુછતા યુવકે તેના પીતા ની તબીયત સારી નથી તેમને લઈ હોસ્પિટલ જાવ છુ તેમા રહી ગયા ની વાત કરી હતી બનને વચ્ચે ની ચર્ચા મા પી.એસ.આઈ ઉશ્કેરાયા હતા અને કાયદા મુજબ દંડ ની કાર્યવાહી કરવા બદલે યુવક ના કહેવા પ્રમાણે ગાળો આપી અને યુવક પર ટુટી પડયા હતા અને જાહેરમાં પોલીસ ની સરકારી જીપ પાછડ યુવક ને ભર બજારે માર માર્યો હતો જે ધટના નો વિડીયો કોઈ નાગરીક દ્વારા ઉતારી લેવાયો હતો જે વિડીયો મા યુવક ના પીતા હાથ જોડી આજીજી કરતા જોવા મળ્યા હતા પણ સતા ના નશામા ચુર પી.એસ.આઈ ચાવડા ને સુરાતન ચડયું હોય તેમ શહેરમા બે જાહેર જગ્યા પર યુવક ને જાહેર મા માર માર્યો હતો અને યુવક અને તેના પીતાને ચોવીસ કલાક સુધી પોલીસ સ્ટેશન મા રખાયા હતા યુવકને દુખાવો થતા પ્રથમ વંથલી સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ જુનાગઢ સિવીલ હોસ્પિટલ મા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની જાણ થતાં મુસ્લિમ એક્તા મંચના અધયક્ષ ઈમ્તીયાઝ પઠાણ સહીત મુસ્લિમ એક્તા મંચ ના કાર્યકરો સિવીલહોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને હોસ્પિટલના બિછાને પીડીત યુવક ની મુલાકાત કરી હતી ઈમ્તીયાઝભાઈ પઠાણ દ્વારા જણાવાયુ હતુ કે સમગ્ર મામલે પિડીત યુવક ની મુલાકાત કરી વિગતો મેળવી છે અને આ પ્રકાર નું કૃત્ય પોલીસ અધીકારી માટે અશોભનીય છે લોકશાહીમા કોઈપણ વયકતી ને જાહેરમા માર મારવો એ માનવ અધિકારો નુ ખુલ્લુ હનન કહેવાય સત્તાનો દુરુપયોગ કરનાર કોઈ પણ અમલદાર હોય તેમના પર શિક્ષાતમક પગલા લેવાવા જોઈએ સમગ્ર મામલે કોઈપણ ચમરબંધી ની સાડીબારી રાખ્યા વગર રજુઆત કરાશે અને કાયદાની પરિભાષા મા કાર્યવાહી ની માંગ કરાશે તેવુ ઈમ્તીયાઝ પઠાણ દ્વારા જણાવ્યું હતું

અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here