ગુજરાતના આ શહેરમાં જો તમે જશો તો તમારે આટલા દિવસ રહેવું પડશે હોમ ક્વોરોન્ટાઇન

0
500
સુરતમાં કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે સુરત મનપાએ નવી સ્ટ્રેટજી અપનાવી છે. બહારથી આવતા લોકોના ઘરની બહાર સ્ટીકર લગાવાશે. લોકોના ઘરની બહાર પીળા કલરના સ્ટીકર લગાવાશે. આ સાથે શહેરમાં બહારથી આવતા લોકોને 7 દિવસ હોમ ક્વોરન્ટાઇન કરાશે. શહેરના લિંબાયત અને કતારગામ ઝોનમાં સતત કેસ વધી રહ્યા છે. શહેરના આ બંને ઝોનમાં અન્ય રાજ્યમાંથી લોકો વધુ આવે છે. જેને લઇ આ નિર્ણય લેવાયો છે.
  • સુરતમાં બહારથી આવતા લોકોને કરાશે હોમ ક્વોરેન્ટાઈન
  • બહારથી આવતા લોકોએ 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈન રહેવું પડશે
  • લોકોના ઘરની બહાર લગાવાશે પીળા સ્ટીકર

સુરત શહેરમાં હાલ છેલ્લા ઘણા દિવસથી ફરી કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે. શહેરમાં સતત પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તંત્ર દ્વારા બહારથી શહેરમાં આવતા લોકો માટે એક સ્ટ્રેટેજી તૈયાર કરી છે. 

 

શહેરમાં બહારથી આવતા લોકોને 7 દિવસ હોમ ક્વોરોન્ટાઇન રહેવું પડશે. જે લોકો બહારથી આવશે તેઓના ઘરની બહાર પીળા સ્ટીકર લગાવામાં આવશે. બહાર ગામના લોકોએ 7 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે. 

 

સુરત શહેરમાં હાલ લિંબાયત અને કતારગામ ઝોનમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ બંને ઝોનમાં બહારના રાજ્યમાંથી વધુ લોકો અહીં આવી રહ્યાં છે. જેને લઇને કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here