રાજકોટમાં ‘ગો કોરોના ગો’ ગરબાએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું, લોકો ગરબાનું સ્થાપન કરી કોરોનાથી મુક્તિ આપવા માતાજીને પ્રાર્થના કરશે

0
111
  • લોકો ઘેર ઘેર ‘ગો કોરોના ગો’ સૂત્ર લખેલા ગરબાનું સ્થાપન કરી રહ્યાં છે

કોરોના મહામારીને કારણે આ વર્ષે નવરાત્રી તો નથી યોજાવાની, પરંતુ રાજકોટમાં લોકો ઘેર ઘેર ‘ગો કોરોના ગો’ સૂત્ર લખેલા ગરબાનું સ્થાપન કરી નવરાત્રિ મનાવવાની સાથે કોરોના મહામારીમાંથી મુક્તિ આપવા માતાજીને પ્રાર્થના કરશે. શહેરમાં મુકેશભાઈ નામના કુંભાર ‘ગો કોરોના ગો’ નામના ગરબા બનાવી રહ્યાં છે. મુકેશભાઈ કહે છે કે, હાલ કોરોનાની મહામારી વિશ્વભરમાં વ્યાપેલી છે. ત્યારે આ વર્ષે અમે ‘ગો કોરોના ગો’ નામના સૂત્ર લખેલા ગરબા બનાવ્યા છે. લોકોમાં તેની ડિમાન્ડ પણ મોટી જોવા મળી રહી છે.

મા ભગવતી કોરોનાથી છુટકારો અપાવે હેતુથી આ પ્રકારના ગરબા બનાવવામાં આવ્યાં- મુકેશભાઈ
મુકેશભાઈએ જણાવ્યું હતું કે આ પ્રકારનું સૂત્ર રાખવા પાછળનું કારણ માત્ર અને માત્ર એટલું છે કે નવરાત્રિમાં જ્યારે કોઈપણ વ્યક્તિ ગરબા થકી મા આદ્ય શક્તિનું પૂજન કરે ત્યારે તે વ્યક્તિ કે સાધકના મનમાં માત્રને માત્ર વૈશ્વિક મહામારીમાંથી છુટકારો મળે અને ભગવતી મા અંબા પણ વૈશ્વિક મહામારીમાંથી છુટકારો અપાવે તે હેતુથી આ પ્રકારના ગરબા બનાવવામાં આવ્યા છે.

ભુતકાળમા મોદી ગરબા, કલમ 370 ગરબાએ પણ બજારમાં ધૂમ મચાવી હતી
સમયાનુસાર ગરબાનું સ્વરૂપ બદલાયું છે. તેની બનાવટની રીત પણ બદલાઈ છે. એક સમય હતો જ્યારે માત્ર કોઈ પણ જાતના કલર વગર લોકો માટીના ગરબાનું સ્થાપન કરતા હતાં. જે બાદ ગરબા પર કલર કરવાના શરૂ થયું. ત્યારબાદ ગરબાને શણગારવાનુ કામ શરૂ થયું. જુદા જુદા મિરર વર્ક કરવાના શરૂ કરવામાં આવ્યા. તો સાથે જ ભુતકાળમા મોદી ગરબા, કલમ 370 ગરબાએ પણ બજારમા ધૂમ મચાવી હતી. ત્યારે છેલ્લા કેટલાય સમયથી રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં કોરોના વાઈરસએ હાહાકાર મચાવ્યો છે. જેથી મુકેશભાઈએ ગો કોરોના ગો નામના ગરબા બનાવ્યાં છે. જેની ડિમાન્ડ પણ લોકોમાં વધુ જોવા મળી રહી છે.

ગરબાને માતાજીનું સ્વરૂપ માની ને તેની પૂજા કરવામાં આવે છે
એવુ કહેવાય છે કે ગરબાને પહેલા દીપગર્ભો ઘટ: તરીકે ઓળખવામા આવતો હતો. જે બાદ દીપગર્ભો માંથી દીપ શબ્દનો લોપ થઇને “ગર્ભો” અને એમાંથી અપભ્રંશ થઇને એ ગરબો શબ્દથી ઓળખાતો થયો. નવરાત્રિ દરમિયાન ગરબાને માતાજીનું સ્વરૂપ માની ને તેની પૂજા કરવામાં આવે છે. ઘરમાં રાખવમાં આવતો ગરબોએ કોઈ નાની સુની બાબત નથી ગણાતી. ઘરમાં રાખવામાં આવતો ગરબો આદ્ય શક્તિની શક્તિ પુંજ સમાન તેની ગણના કરવામા આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here