શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ, ગોધરા સંલગ્ન અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્ર નાં અંતર્ગત સાંપ્રત સમયની સામાજિક સમસ્યા ૧૪ વર્ષ થી ઓછી ઉંમરનાં બાળકો પ્રત્યે નાં અત્યાચારને અનુલક્ષીને”બાળ મજૂરી: એક સામાજિક અભિશાપ ” વિષયને કેન્દ્રસ્થાને અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્ર નાં સેમેસ્ટર-૧ ના વિદ્યાર્થીઓ દ્વારા તેઓના સંશોધન અહેવાલનું વાંચન કાર્યક્રમ નુ અયોજન કરવામાં આવ્યું.
ઉપરોક્ત કાર્યક્રમ સમાજશાસ્ત્ર ના અધ્યક્ષ ડૉ.જગદીશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમના પ્રેરકો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ.પ્રતાપસિંહ ચૌહાણ તેમજ કુલ સચિવ પ્રો.ડૉ.અનિલ સોલંકી.હતા.
ઉપરોક્ત કાર્યક્રમ માં વિષયને આનુસાંગિક શબ્દો દ્વારા ડૉ.અનિલ લકુમે વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્રના સેમેસ્ટર-૧ નાં વિદ્યાર્થીઓ પટેલીયા ઝલક બી, બારીયા સ્વાતિ આર, ભાટિયા રાજવી આર, પટેલ ઉષાબેન.જી, રાવત અરુણા જી, પસાયા વિલાસ ડી, ચૌહાણ ગીરવત ટી, ખાંટ રંજન એસ, બારીયા ઉષા એન, બારીયા હિતેશ એમ, પટેલીયા મનીષા, વણકર જોશના, પટેલ આશિષ જી, પરમાર કંકુ એસ, એ વિષયને કેન્દ્રસ્થાને રાખીને વિવિધ વિષય પર પોતાના સંશોધન અહેવાલનું વાંચન કર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્રના અધ્યાપક ડો.દિપીકા પરમાર એ કર્યું હતું.
આ કાર્યક્રમની સફળતા માટે ડૉ હરેશ ઘોણા, ડૉ. અનિલ લકુમ, ડૉ. કામિની દશોરા, ડૉ. રાજુભાઈ ભુરીયા, ડૉ.પરવિના મન્સૂરી, ડૉ.લીપા શાહે શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમના સંચાલન અને ફોટોગ્રાફમાં સમાજશાસ્ત્રના સેમેસ્ટર-૩ નાં વિદ્યાર્થી દેવેન્દ્રભાઈ બારીયા તેમજ રોહિત પરમાર નો સહયોગ સાપડ્યો હતો. અને કાર્યક્રમના અંતે આભાર વિધિ અંતર્ગત અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક વણઝારા પ્રહલાદભાઈ અર્જુનભાઈ એ શુભેચ્છા પાઠવી હતી.
અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)