
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા અનુસ્નાતક ગુજરાતી વિભાગ દ્વારા વિનામૂલ્યે દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે (સમય: સવારે 11:30થી) નેટ-સ્લેટની તૈયારી માટેના વર્ગો શરૂ થનાર છે.

અધ્યાપક બનવા માટે જરૂરી એવી આ પરીક્ષાનું માર્ગદર્શન છેવાડાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મળી રહે એવા શુભ હેતુ સાથે, ગુજરાતી વિભાગીય અધ્યક્ષ ડૉ. ભાવેશ જેઠવા અને અધ્યાપકોએ પહેલ કરી છે. જેમાં આસપાસની કૉલેજના ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકે છે. પરીક્ષા માટેની જરૂરી સામગ્રી અને માર્ગદર્શન ગુજરાતી વિષયના અધ્યાપકો થકી પૂરું પાડવામાં આવશે. આ વર્ગો હાલ માત્ર ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ પૂરતા મર્યાદિત છે.
આ પ્રયાસને “શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી” ના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ અને કુલસચિવ ડૉ. અનિલ સોલંકી બિરદાવે છે.
રિપોર્ટર – ગણપત મકવાણા પંચમહાલ