અઝરબૈજાનના બાકુમાં ચાલી રહેલી શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય મેન્સ ટીમે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ટીમમાં શિવ નરવાલ, સરબજોત સિંહ અને અર્જુન સિંહ ચીમા સામેલ હતા. ભારતીય મેન્સ ટીમે 1734 પોઈન્ટ બનાવ્યા. નરવાલે સૌથી વધુ 579, સરબજોતે 578 અને ચીમાએ 577 રન બનાવ્યા હતા. બીજી તરફ જર્મનીની ટીમ 1743 અંક મેળવીને બીજા સ્થાને રહી હતી.
જર્મની તરફથી રોબિન વોલ્ટરે 586, માઈકલ 581 અને પોલ ફ્રોલિચે 576 રન બનાવ્યા હતા. જ્યારે ચીન 1749 પોઇન્ટ્સ સાથે ટોચ પર છે. ચીન માટે ઝાંગ બોવેને 587, લિયુ જુનહુઈએ 582 અને ઝિયુએ 580 રન બનાવ્યા હતા.
ભારત તરફથી 53 શૂટર્સ ભાગ લઈ રહ્યા છે
17 થી 24 ઓગસ્ટ સુધી ચાલનારી આ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતની 53 સભ્યોની ટીમ ભાગ લઈ રહી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2024 પેરિસ ઓલિમ્પિક માટે 12 શૂટિંગ ઇવેન્ટ્સ માટે 48 ખેલાડીઓનો ક્વોટા છે. ભારતના 19 શૂટર્સ નોન ઓલિમ્પિક ઈવેન્ટ્સમાં પણ ભાગ લઈ રહ્યા છે.
3 ખેલાડીઓ ઓલિમ્પિકમાં શૂટિંગ ઇવેન્ટ માટે ક્વોલિફાય થયા છે
વર્લ્ડ શુટિંગ ચેમ્પિયનશિપ શરૂ થાય તે પહેલા જ 3 ભારતીય શૂટરોએ ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોટા મેળવી લીધો છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના સૌથી વધુ 15 શૂટરોએ ભાગ લીધો હતો.