News Updates
ENTERTAINMENT

રજનીકાંતની ‘જેલરે’ દુનિયાભરમાં વગાડ્યો ડંકો:વર્લ્ડવાઇડ 500 કરોડની કરી લીધી કમાણી, ભારતમાં કર્યો 250 કરોડનો બિઝનેસ

Spread the love

સાઉથના સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલરે’ રિલીઝ થયાના માત્ર 10 દિવસમાં જ વિશ્વભરમાં 500 કરોડનું કલેક્શન કર્યું છે. રિલીઝ પછીના બીજા શનિવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 18 કરોડની કમાણી કરી હતી. ટ્રેકર સેક્નિલ્ક મુજબ, ફિલ્મે તેમની રિલીઝના 10મા દિવસે ભારતમાં લગભગ 249.5 કરોડની કમાણી કરી હતી.

સૌથી ઓછા સમયમાં 500 કરોડના ક્લબમાં પ્રવેશ કરનારી ત્રીજી તમિળ ફિલ્મ
તમિળ માર્કેટમાં ફિલ્મે 53.79% ઓક્યુપન્સી જાળવી રાખી છે જ્યારે તેલુગુ માર્કેટમાં ફિલ્મને 46.73% ઓક્યુપન્સી મળી છે. વિશ્લેષક મનોબાલા વિજયબાલનના જણાવ્યા અનુસાર, ફિલ્મે રિલીઝના 10મા દિવસે વિશ્વભરમાં 500 કરોડનું કલેક્શન કર્યું હતું. ‘2.0’ અને ‘PS-2’ પછી ‘જેલર’ હવે સૌથી ઓછા દિવસોમાં વિશ્વભરમાં 500 કરોડની કમાણી કરનાર ત્રીજી તમિળ ફિલ્મ બની ગઈ છે.

આ પહેલાં રજનીકાંત-અક્ષય કુમારની ફિલ્મ ‘2.0’ એ માત્ર સાત દિવસમાં વિશ્વભરમાં 500 કરોડની કમાણી કરી હતી.

રજનીકાંતની ચોથી ફિલ્મ 300 કરોડના ક્લબમાં સામેલ થઈ છે
દેશમાં ફિલ્મે શરૂઆતના દિવસે લગભગ 48.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 300 કરોડના ક્લબમાં એન્ટ્રી કરનાર રજનીકાંતની આ ચોથી ફિલ્મ છે. આ પહેલાં 2010માં આવેલી ફિલ્મ ‘એન્થિરન’ 2016માં ‘કબાલી’ અને 2018માં ફિલ્મ ‘3.0’એ 300 કરોડની કમાણી કરી હતી.

2023ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર તમિળ ફિલ્મ
આ ફિલ્મ વર્ષ 2023માં શરૂઆતના દિવસે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર તમિળ ફિલ્મ બની ગઈ છે. અત્યાર સુધી આ રેકોર્ડ ડિરેક્ટર મણિરત્નમની ફિલ્મ ‘પીએસ-2’ના નામે હતો. ફિલ્મે શરૂઆતના દિવસે જ લગભગ રૂ. 32 કરોડનું કલેક્શન કર્યું હતું.

ડિરેક્ટર નેલ્સનની ફિલ્મ ‘જેલર’માં રજનીકાંત ટાઈગર મુથુવેલ પાંડિયનના રોલમાં છે. ફિલ્મમાં, ટાઇગર એક જૂથને રોકવાનો પ્રયાસ કરે છે જેનો ઉદ્દેશ્ય તેમના કેદ થયેલા નેતાને કોઈપણ કિંમતે જેલમાંથી બહાર લાવવાનો છે. આ ફિલ્મમાં રામ્યા કૃષ્ણન, તમન્ના ભાટિયા, વિનાયકન, યોગી બાબુ, મોહનલાલ અને જેકી શ્રોફ પણ છે.


Spread the love

Related posts

મહિલા T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર, આ દિવસોમાં ભારત-પાકિસ્તાનની ટક્કર

Team News Updates

 Kalki 2898 AD ઓપનર ફિલ્મ બની ત્રીજી સૌથી મોટી,  શાહરુખ-સલમાન પણ ફેલ,  પ્રભાસ-અમિતાભની જોડી સામે 

Team News Updates

શુભમન ગિલના હાથમાં ગુજરાત ટાઈટન્સની કમાન, ફરી ચેમ્પિયન બનાવવાનો છે પડકાર

Team News Updates