News Updates
NATIONAL

બિહારની બાગમતી નદીમાં બોટ ડૂબી ગઈ, 13 ગુમ:30થી વધુ બાળકો બોટમાં બેસીને સ્કૂલે જતાં હતાં, 20ને બચાવાયાં

Spread the love

ગુરુવારે મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં એક મોટો અકસ્માત થયો હતો. સ્કૂલનાં બાળકોથી ભરેલી બોટ નદીમાં ડૂબી ગઈ હતી. આ અકસ્માત ગાયઘાટ બેનિયાબાદ ઓપીમાં થયો હતો. બોટમાં 30થી વધુ બાળકો સવાર હતાં. અત્યાર સુધીમાં 20 બાળકોને બહાર કાઢવામાં આવ્યાં છે. 13 બાળકો હજુ પણ ગુમ છે.

એસડીઆરએફની ટીમ ગાયઘાટ અને બેનિયાબાદ પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બાગમતીમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

સ્થળ પર હાજર ગ્રામજનોએ જણાવ્યું કે, સ્કૂલ નદીને પેલે પાર આવેલી છે. દરરોજની જેમ ગુરુવારે પણ બાળકો બોટમાં બેસી સ્કૂલે જઈ રહ્યા હતા. બોટમાં 30થી વધુ બાળકો સવાર હતાં. જોરદાર પ્રવાહના કારણે બોટનું સંતુલન ગુમાવી દેતાં નદીમાં પલટી ગઈ હતી. બોટમાં સવાર બાળકોની ચીસાચીસથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. બીજી તરફ, મુખ્યમંત્રી નીતિશ કુમાર નવનિર્મિત પીકુ વોર્ડનું ઉદ્ઘાટન કરવા મુઝફ્ફરપુર પહોંચવાના છે. સીએમના આગમન પહેલાં જ આ મોટી દુર્ઘટના સર્જાતાં વહીવટી વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

2 લોકોને બચાવ્યા બાદ પોતે ડૂબી ગયો
ગામના જ એક નજરેજોનારે જણાવ્યું કે એક છોકરાએ બે લોકોને બચાવ્યા હતા. તે વધુ બીજા લોકોને બચાવવા માટે ફરીથી નદીમાં ગયો, પરંતુ પાણીના ભારે વહેણના કારણે તે પોતે ડૂબી ગયો. બોટમાં 9મા અને 10મા ધોરણના બાળકો હતા જેઓ સ્કૂલે જઈ રહ્યા હતા. ગામના બીજા કેટલાક લોકો પણ બાળકો સાથે બોટમાં સવાર હતા. જેમાં કેટલાક લોકો કામ પર જઈ રહ્યા હતા.

ઘણા વર્ષોથી પુલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે
જણાવવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએ આ દુર્ઘટના થઈ છે ત્યાંના લોકો ઘણા વર્ષોથી પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે. લોકો શોર્ટકટ માટે બોટનો ઉપયોગ કરે છે. શોર્ટકટના ચક્કરમાં બાળકો પણ બોટ દ્વારા સ્કૂલે અવર-જવર કરે છે.


Spread the love

Related posts

સ્વિટ્ઝર્લેન્ડમાં વેકેશન માણે, એક દિવસનો ખર્ચ 61 લાખ:અનંત અંબાણી પાસે 640 કરોડનો વિલા, પોતાના વનતારામાં હાથીઓ માટે બનાવ્યું સ્પેશિયલ ‘જેકુઝી’

Team News Updates

UP-MP સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ:ઉત્તરાખંડમાં પડી રહેલા કાટમાળને કારણે ગંગોત્રી હાઇવે બ્લોક; શિમલામાં ભૂસ્ખલન

Team News Updates

પાકિસ્તાન કનેકશન ખૂલ્યુ, ગુજરાત ATSએ દિલ્હી થી અફઘાની નાગરિકને ઝડપ્યો

Team News Updates