શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મ ટાઈગર વીએસ પઠાણનું શૂટિંગ માર્ચ 2024થી શરૂ થશે. શાહરૂખ અને સલમાને સ્ક્રિપ્ટને લીલી ઝંડી આપી દીધી છે. ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપરાએ બંને મેગાસ્ટાર્સને સાથે બેસાડીને સ્ક્રિપ્ટ સંભળાવી. બંનેને ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ગમી. ફિલ્મની વાર્તા એક મહિના પહેલા શાહરૂખ અને સલમાનને અલગ-અલગ મીટિંગમાં કહેવામાં આવી હતી.
નવેમ્બરથી પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થશે
દિવ્ય ભાસ્કરના એક્સક્લુઝિવ રિપોર્ટ અનુસાર, સલમાન ખાન અને શાહરૂખ ખાનને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ આવી છે. બંનેએ તેને લોક કરી દીધી છે. નવેમ્બરથી પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થશે. ફિલ્મનું શૂટિંગ પણ આવતા વર્ષે માર્ચથી શરૂ થશે.
‘ટાઇગર વર્સીસ પઠાન’ સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક હશે
યશ રાજ સ્ટુડિયો આ ફિલ્મને મોટી બનાવવામાં કોઈ કસર છોડવા માંગતો નથી, શાહરૂખ-સલમાન ઘણા વર્ષો પછી એક ફૂલ ફ્લેશ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. ટ્રેડ એક્સપર્ટના મતે ‘ટાઈગર vs પઠાણ’ હિન્દી ફિલ્મ ઈતિહાસની સૌથી મોંઘી ફિલ્મ હશે.
સિદ્ધાર્થ આનંદને નિર્દેશનની કમાન મળશે
આ ફિલ્મનું નિર્દેશન ‘પઠાન’અને ‘વોર’ ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ કરશે. ‘વોર 2’ જેવી ફિલ્મ સિદ્ધાર્થ આનંદના હાથમાંથી નીકળી ગઈ હતી. તેમની જગ્યાએ યશ રાજ ફિલ્મ્સે અયાન મુખર્જીને તક આપી હતી. કદાચ આ જ કારણસર સિદ્ધાર્થ આનંદને ‘ટાઇગર vs પઠાન’ની જવાબદારી સોંપવામાં આવી છે.
‘કરન-અર્જુન’ ફિલ્મ પછી પહેલીવાર શાહરૂખ-સલમાન એક સંપૂર્ણ ફિલ્મમાં સાથે કામ કરશે
શાહરૂખ અને સલમાન પહેલીવાર 1995માં આવેલી ફિલ્મ ‘કરન અર્જુન’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ તેના સમયમાં ઘણી હિટ રહી હતી. તે પછી બંનેએ ‘હમ તુમ્હારે હૈ સનમ’માં સાથે કામ કર્યું હતું. ‘કુછ કુછ હોતા હૈ’માં સલમાને ગેસ્ટ અપિયરન્સ કર્યું હતું જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.
તે પછી 2018માં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’માં પણ સલમાને કેમિયો કર્યો હતો. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાણ’માં સલમાનનો દમદાર કેમિયો જોવા મળ્યો હતો. હવે યશ રાજ ફિલ્મ્સ આ બંને સુપરસ્ટારને સાથે લાવવામાં કોઈ કસર છોડી રહી નથી.
યશ રાજની સ્પાય યુનિવર્સ સૌથી મોટી ફ્રેન્ચાઈઝી તરીકે ઉભરી આવે છે
આપણે વારંવાર માર્વેલ સિનેમેટિક યુનિવર્સ સાંભળીએ છીએ. એવેન્જર્સ સિરીઝ, આયર્ન મૅન સિરીઝ, કૅપ્ટન અમેરિકા અને થોરની તમામ ફિલ્મો આ યુનિવર્સનો ભાગ છે. રોહિત શેટ્ટીનું કોપ યુનિવર્સ પણ બોલિવૂડમાં ખૂબ જ લોકપ્રિય છે. ‘સિંઘમ’, ‘સિંઘમ રિટર્ન્સ’ ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ જેવી ફિલ્મો પણ આ કોપ યુનિવર્સનો ભાગ છે.
યશ રાજ સ્પાય યુનિવર્સ ની ફિલ્મો..
- એક થા ટાઇગર
- ટાઇગર ઝિંદા હૈ
- વોર
- પઠાન
આગામી ફિલ્મો
- ટાઇગર -3
- ટાઇગર VS પઠાણ
- વોર-2