News Updates
ENTERTAINMENT

ફિલ્મ ‘ખુફિયા’નું ટ્રેલર રિલીઝ:RAW ઓફિસરના પુસ્તક પર આધારિત છે આ ફિલ્મ, લીડ રોલમાં જોવા મળશે તબ્બુ અને અલી ફઝલ

Spread the love

‘ખુફિયા’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં તબ્બુ, અલી ફઝલ, આશિષ વિદ્યાર્થી અને વામિકા ગબ્બી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ RAW યુનિટના ભૂતપૂર્વ ચીફ અમર ભૂષણ દ્વારા લખાયેલ પુસ્તક ‘Escape to Nowhere’ પર આધારિત છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે.

ફિલ્મમાં બાંગ્લાદેશી અભિનેત્રી પણ જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ‘ખુફિયા’ નેટફ્લિક્સ પર 5 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મના દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ છે.

તબ્બુ આ કેસની તપાસ કરી રહી છે
ટ્રેલરની શરૂઆત 2004માં દિલ્હીમાં RAW હેડક્વાર્ટર ઑફિસના શૉટથી થાય છે. અહીં RAW એજન્ટની ભૂમિકા ભજવી રહેલી તબ્બુને ખબર પડી કે ઓફિસમાંથી કિંમતી માહિતી લીક થઈ રહી છે. તબ્બુ આ કેસની તપાસ શરૂ કરે છે. તબ્બુ એ વ્યક્તિની શોધ કરવાનું શરૂ કરે છે જે ઓફિસ સ્ટાફ વચ્ચે જાસૂસી કરે છે અને તેને અલી ફઝલ પર શંકા જાય છે.

વામિકા ગબ્બી ફિલ્મમાં અલી ફઝલની પત્નીની ભૂમિકામાં છે.
ટ્રેલરમાં કેસની તપાસ આગળ વધે છે અને આ કેસ તબ્બુને અલી ફઝલના જીવનની વધુ નજીક લઈ જાય છે. વામિકા ફિલ્મમાં ગબ્બી અલી ફઝલની પત્નીનો રોલ કરી રહી છે. તેમની પણ પૂછપરછ કરવામાં આવે છે. ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મમાં વધુ રહસ્ય હશે.

આ ફિલ્મમાં તબ્બુ વિશાલ ભારદ્વાજ સાથે કામ કરતી જોવા મળશે. આ પહેલા તબ્બુએ 2004માં વિશાલની ફિલ્મ ‘મકબૂલ’ અને 2014માં ‘હૈદર’માં સાથે કામ કર્યું હતું.


Spread the love

Related posts

 2024  દુલીપ ટ્રોફી ની મેચ જોઈ શકશો લાઈવ ફ્રીમાં,જાણો ક્યાં અને ક્યારે

Team News Updates

1600 કરોડની કમાણી કરનાર ખેલાડીએ ટીમ હાર્યા બાદ કલબ છોડવાનો નિર્ણય લઈ બધાને ચોંકાવી દીધા

Team News Updates

વિવાદો વચ્ચે ‘OMG-2’નું ટ્રેલર રિલીઝ:એક પિતા દીકરાને ન્યાય અપાવવા નીકળ્યા, ભગવાન શિવ બનેલા અક્ષય કુમારે કરી મદદ

Team News Updates