News Updates
ENTERTAINMENT

લગ્નનાં 5 વર્ષ બાદ રણવીરના ઘરમાં ગૂંજશે બાળકની કિલકારી:BAFTA સેરેમનીમાં દીપિકા પાદુકોણ પેટ ઢાંકતી જોવા મળી, નજીકના મિત્રએ પ્રેગ્નેન્સીના સમાચારની પુષ્ટિ કરી

Spread the love

લંડનમાં 77માં BAFTA સમારોહમાં દીપિકા પાદુકોણ ઘણી વખત સાડી વડે પેટ છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી, ત્યારબાદ એવા અહેવાલો આવ્યા હતા કે, દીપિકા તેના બેબી બમ્પને છુપાવી રહી છે. હવે આ અફવાઓ વચ્ચે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની નજીકના વ્યક્તિએ તેની ગર્ભાવસ્થાના સમાચારની પુષ્ટિ કરી છે.

દીપિકા પાદુકોણની પ્રેગ્નેન્સીના સમાચાર વચ્ચે, તેની નજીકના એક સૂત્રએ મેગેઝિન ‘ધ વીક’ને આપેલા ઈન્ટરવ્યૂમાં તેની પ્રેગ્નેન્સીની પુષ્ટિ કરી છે. એક નજીકના મિત્રએ પણ જણાવ્યું છે કે દીપિકાની પ્રેગ્નન્સીને 4 મહિનાથી વધુ સમય થઈ ગયો છે.

દીપિકાએ બાફ્ટા સેરેમનીમાં પ્રેઝન્ટર તરીકે હાજરી આપી હતી. આ દરમિયાન તેણે ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલી શિમરી સાડી પહેરી હતી. સમારોહ દરમિયાન લેવામાં આવેલી દીપિકાની ઘણી તસવીરો વાયરલ થઈ હતી.

થોડા દિવસો પહેલા પરિવાર શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
માત્ર 2 મહિના પહેલા જ દીપિકા પાદુકોણે સિંગાપોર વોગને આપેલા ઈન્ટરવ્યૂમાં ટૂંક સમયમાં પરિવાર શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેને પૂછવામાં આવ્યું કે, ‘શું તે માતા બનવાનું કોઈ પ્લાનિંગ કરે છે?’. જેના જવાબમાં દીપિકાએ કહ્યું હતું કે, ‘હા, હું અને રણવીર બાળકોને પ્રેમ કરીએ છીએ. અમે બંને એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે અમે અમારી ફેમિલી શરૂ કરીએ’.

દીપિકા પાદુકોણે વર્ષ 2018માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’ના સેટ પર થઈ હતી. સાથે કામ કરતી વખતે બંને પ્રેમમાં પડ્યા અને 5 વર્ષના સંબંધ પછી બંનેએ લગ્ન કરી લીધા. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’, ‘પદ્માવત’, ‘બાજીરાવ મસ્તાની’ અને ’83’માં સાથે જોવા મળ્યા છે. આ સિવાય દીપિકાએ રણવીરની ફિલ્મ ‘સર્કસ’માં પણ કેમિયો કર્યો છે.

હાલમાં જ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ફાઈટર’ રિલીઝ થઈ છે, જેમાં તે હૃતિક રોશન સાથે જોવા મળી રહી છે. દીપિકા પાસે આગામી દિવસોમાં બે મોટી ફિલ્મો છે, ‘સિંઘમ અગેન’ અને ‘કલ્કિ 2898 એડી’.


Spread the love

Related posts

WTC ફાઇનલમાં બંને ટીમોની સ્ટ્રેંથ અને વીકનેસ:ઓસ્ટ્રેલિયાની બેટિંગ મજબુત; સ્પિનરો બંને ટીમોના ટોપ વિકેટ ટેકર છે

Team News Updates

મુંબઈના આ ત્રણ જ વિસ્તારમાં કેમ રહે છે બોલિવુડ સ્ટાર, કારણ છે ખુબ જ રસપ્રદ

Team News Updates

નીરજ તેના ટાઇટલનો બચાવ કરવા ઉતરશે; જેકબ અને એન્ડરસન પાસેથી સારી ટક્કર મળવાની અપેક્ષા

Team News Updates