News Updates
GUJARAT

મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે હિમવર્ષા-વરસાદની સર્જાશે સ્થિતિ, જાણો ગુજરાત સહીતના આ રાજ્યોમાં કેવુ રહેશે હવામાન

Spread the love

મધ્ય પાકિસ્તાનથી લઈને ભારતના પંજાબ પ્રાંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે છે. આની સાથોસાથ સાયક્લોનિક સરક્યુલેશન પણ આકાર પામ્યુ હોવાથી, અરબી સમુદ્ર પરથી ભેજ ખેંચાઈને ઉત્તરના રાજ્યો તરફ જશે. પરિણામે ધુમ્મસભર્યા વાતાવરણની સાથેસાથે તાપમાનનો પારો ગગડશે.

મધ્ય પાકિસ્તાનથી લઈને પંજાબ સુધીમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાયક્લોનિક સરક્યુલેશનની અસર દેશના અનેક રાજ્યોમાં જોવા મળશે. ખાસ કરીને હિમાલયક્ષેત્રમાં આવેલા રાજ્યોના પર્વતીય ક્ષેત્રમાં હિમવર્ષાની સાથે વરસાદ થવાની સંભાવના છે. તો દેશના અન્ય રાજ્યોમાં તાપમાનનો પારો થોડોક ગગડશે.

મધ્ય પાકિસ્તાનથી લઈને ભારતના પંજાબ પ્રાંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે છે. આની સાથોસાથ સાયક્લોનિક સરક્યુલેશન પણ આકાર પામ્યુ હોવાથી, અરબી સમુદ્ર પરથી ભેજ ખેંચાઈને ઉત્તરના રાજ્યો તરફ જશે. પરિણામે ધુમ્મસભર્યા વાતાવરણની સાથેસાથે તાપમાનનો પારો ગગડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે, હિમાલય ક્ષેત્રમાં આવેલા રાજ્યો જેવા કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં ફરીથી હિમવર્ષા અને વરસાદ થવાની સંભાવના છે.

હિમાલય ક્ષેત્રમાં આવેલ પર્વતીય ક્ષેત્રોમાં આજે 20 ફેબ્રુઆરીથી લઈને 23 ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં હિમવર્ષાની સાથેસાથે વરસાદની પણ આગાહી હવામાન વિભાદ દ્વારા કરવામાં આવી છે. પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં વ્યાપકપણે વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ તેમજ હિમવર્ષા સાથે વાવાઝોડા અને વીજળીના ચમકારાની શક્યતા છે. આજે 20 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ તેમજ હિમવર્ષા થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે, આવતીકાલ 21 ફેબ્રુઆરી સુધી હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં 22 ફેબ્રુઆરી સુધી વરસાદની આગાહી કરી છે. રાજસ્થાનમાં 21 ફેબ્રુઆરી સુધી અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારમાં મંગળવારથી 23 ફેબ્રુઆરી સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આગામી દિવસોમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર પામનાર છે. જેના કારણે 24થી 26 ફેબ્રુઆરી સુધીમાં પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં હિમવર્ષાની સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઈન્ડ્યુસ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે અરબી સમુદ્ર પરથી ભેજ રાજસ્થાન, પંજાબ તરફ ખેચાતા ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે. ગુજરાતમાં કેટલાક સ્થળોએ વહેલી સવારે ધુમ્મુસભર્યુ વાતાવરણ પણ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

વરસાદ અને હિમવર્ષાને લઈને હવામાન વિભાગે, જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, સિક્કિમ રાજ્યના ખેડૂતો માટે સુચના જાહેર જાહેર કરી છે.


Spread the love

Related posts

પંચાંગ:  ભાદરવા વદ બીજ આજે , 19 સપ્ટેમ્બર અને ગુરૂવારના પંચાંગની મેળવો જાણકારી

Team News Updates

પૈસા પડાવવા હદ વટાવી તમામઅજાણ્યા શખ્સે:19 લાખ પડાવ્યા વાઈરલ કરવાની ધમકી આપી,ગાંધીનગરમાં રહેતા યુવકના વોટ્સએપ પર મૃતક બેનના ન્યૂડ ફોટો મોકલ્યા

Team News Updates

JAMNAGAR:તપાસમાં 46 ક્લિો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો,24 સ્થળે ફૂડ શાખાની ટીમના દરોડા

Team News Updates