News Updates
GUJARAT

આફ્રીકા દેશમાં ફસાયેલ નવયુવાનને હેમખેમ પોતાના વતન પરીવાર માથે મીલન કરાવતી માંગરોળ પોલીસ

Spread the love

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબ ના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓની સુચના અનુસાર અરજીઓ અનુસંધાને સંવેદનાપૂર્વક અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જેથી આ સુચના અનુસંધાને વિભાગીય પોલીસ અધીક્ષક શ્રી ડી.વી.કોડીયાતર સાહેબ,માંગરોળ વિભાગ માંગરોળનાઓની સુચના મુજબ પો.સ.ઇન્સ.શ્રી એસ.એ.સોલંકી માંગરોળ પો.સ્ટે.તારા માંગરોળ પોલીસ સ્ટેશનમા મુનાભાઇ પરમાર નામની અરજી તા.૨૪ જુન ૨૦૨૩ ના રોજ માંગરોળ પોલીસ સ્ટેશનમા એક ઇ-મેઇલ દ્વારા આવેલ જે અરજીમાં મુનાફભાઇ પરમાર પોતે અરજદાર હોય અને પોતાના પુત્ર ફરહાન કે જેઓ કોંગો સેન્ટર આફ્રીકામાં એક કંપનીમાં એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ ઉપર રોજગાર માટે ચાર વર્ષ પહેલા ગયેલ હોય જેનો ૦૬ જુન ૨૦૨૩ ના રોજ પોતાના મોબાઇલ નંબર-૯૭૧૪૦૭૨૨૦૨ ઉપર ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૦:૩૦ વાગ્યા આસપાસ એક ફોન આવેલ જેમા તેનો દીકરો ફરહાન કહેતો હોય કે હું ૪૫ દીવસની રજા લઇને આવુ છું,આવી ખુશખબરી આપેલ અને ચાર વર્ષ પછી પોતાનો દીકરો પરીવાર પાસે આવતો હોય જેથી પરીવાર ખુશ હતો.પરંતુ ફરહાનનો આ ફોન આવ્યાના સાત દીવસ પછી ફરહાનના જ નંબર માથી એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવેલ હોય જે ફોન ઉપર જણાવેલ કે,જો તમારે તમારા દીકરા ફરહાનને ભારત પાછો લઇ આવવો હોય તો ૮૦ લાખ રૂપીયા આપવા પડશે.જો તમે ૮૦ લાખ રૂપીયા નહિ આપો તો તમારો દીકરો ઘરે નહી આવે અને તમે તમારા દીકરાને ખુદ શોધી લેજો.

ત્યારબાદ ફરહાનભાઇ ખૂબજ ડરી ગયેલ અને પોલીસ સ્ટેશનમાં એક ઇ-મેઇલ અરજી ૨૬ જુને કરેલ ત્યારબાદ આ બાબતે યોગ્ય તપાસ થાય જે હેતુથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી માંગરોળ તેમજ તત્કાલીન પોલીસ અધિક્ષક શ્રી રવીતેજા વાસમસેટ્ટી સાહેબનાઓની સદર બાબતે તાત્કાલીક જાણ કરેલ અને એમ્બેસી મા સદર બાબતે જાણ કરવા માટે સુચના કરેલ એ પછી પણ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ફરહાનને વતન પાછો લઇ આવવાના પ્રયત્નો ચાલુ રહેલ જેમા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી જે નંબરથી મુનાભાઇ ને ફોન આવેલ એ નંબર ભારતનો છે કે ભારત બહારનો છે એ બાબતે લોકેશન મેળવતા જાણ થયેલ કે સદર મુજબનો નંબર આઉટ ઓફ કન્ટ્રી નો છે.

આ બાબતે જુનાગઢ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ને જાણ કરી પોલીસ સ્ટેશનની તમામ ટીમો તથા LCB,SOG બ્રાન્ચો મળીને આ બાબતે યોગ્ય તપાસ કરી પરીવારને આ બાબતે યોગ્ય કાર્યવાહી થશે એ બાબતે સાંત્વના આપી ફોરેન એમ્બેસીમાં સતત સંપર્ક રીપોર્ટ કરેલ તેમજ ફરહાન મુનાભાઇ પરમારને ભારત પાછો લઇ આવવા પુરતા પ્રયત્ન કરેલ ત્યારબાદ માંગરોળ પો.સબ.ઇન્સ.શ્રી એસ.એ.સોલંકી સાહેબને તારીખ ૧૧/૦૮/૨૦૨૩ ના ફરહાનના પીતા મુનાફભાઇનો ફોન આવેલ કે પોલીસની મદદથી તેમજ પોલીસ વિભાગના ફોરેન એમ્બેસી સાથેના સતત સંપર્કથી પોતાનો પુત્ર ફરહાન પોતાના ઘરે હેમખેમ પરત આવી ગયેલ છે,અને ફરહાન પરમારના પિતાશ્રી તેમજ પરિવારના સદસ્યો પોલીસ સ્ટેશન આવી પોતાનો પુત્ર હેમખેમ વતનમાં પરત આવી જતા ખૂબ ગદગદીત થઇ તમામ પોલીસનો આભાર વ્યક્ત કરેલ.આ બાબતે પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબનાઓને સદર બાબતે વાકેફ કરેલ આ રીતે તમામ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ફરહાન મુનાફભાઇ પરમારને પોતાના વતનમાં પરત લાવી પરીવાર સાથે મીલન કરાવેલ છે.

આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબ તેમજ તત્કાલીન પોલીસ મહાનિરિક્ષકશ્રી મયંકસિંહ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ તત્કાલીન પોલીસ અધીક્ષક શ્રી રવીત્તેજા વાસમસેટ્ટી સાહેબ તેમજ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબનાઓની સુચના અનુસાર વિભાગીય પોલીસ અધીક્ષકશ્રી ડી.વી.કોડીયાતર સાહેબ માંગરોળ વિભાગ માંગરોળ,તેમજ સર્કલ પો.ઇન્સ એસ આઇ મંઘરા સાહેબ તથા SOG-LCB ટીમ તેમજ માંગરોળ પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એ.સોલંકી સાહેબ તથા માંગરોળ પોલીસ ટીમએ સાથે રહીને આ કામગીરી કરેલ છે.

અહેવાલ : ઈમરાન બાંગરા (માંગરોળ)


Spread the love

Related posts

EXCLUSIVE: ગુજરાતનો નામચીન બૂટલેગર VIJU SINDHI દુબઈમાં ફસાયો, બહાર નીકળવા સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી રદ કરાઈ..

Team News Updates

કેટલા દિવસમાં ઈનએક્ટિવ સિમ નંબર બીજાને આપી દેવામાં આવે છે? જાણો કંપની કેટલો આપે છે સમય

Team News Updates

વાવાઝોડા સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ:વેરાવળ અને સુત્રાપાડાને ધમરોળી નાખ્યું, 24 કલાકમાં સાડા આઠ ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Team News Updates