News Updates
GUJARAT

ચોરોએ 1.12 લાખના સોનાના દાગીનાની ચોરી કરી,દીકરો કેનેડા, પતિ કૈલાસ દર્શને અને મહિલા ભાઈના ઘરે જતાં

Spread the love

અમદાવાદમાં ઘરફોડ ચોરી અને લૂંટના બનાવો સતત વધી રહ્યાં છે. પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવા છતાં ચોરીના બનાવો વધતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના ગુરૂકુળ વિસ્તારમાં રહેતી મહિલા ભાઈના ત્યાં રહેવા ગઈ અને ચોરોએ તેમના ઘરમાંથી 1.12 લાખના હિરાજડિત સોનાના દાગીનાની ચોરી કરી હતી. તે ઉપરાંત 30 હજાર રૂપિયા રોકડા પણ ચોરી લીધા હતાં. મહિલાએ આ બાબતની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનાબેન પટેલ મેમનગર વિસ્તારના ગુરૂકુળ મંદિર પાસે રહે છે. તેમના પતિ સિઝનેબલ ચીજવસ્તુઓનો વેપાર-ધંધો કરે છે. તેમનો દીકરો અભ્યાસ માટે કેનેડા ગયો છે. હાલમાં તેમના પતિ કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હોવાથી તેઓ ઘરે એકલાં હતાં. જેથી, તેઓ વસ્ત્રાપુર ખાતે તેમના ભાઈ રહેતા હોવાથી તેમના ઘરે રહેવા ગયા હતાં અને રોજ દિવાબત્તી કરવા માટે ઘરે આવતાં હતાં.

​​​​​​​બે દિવસ પહેલાં તેઓ પોતાના ઘરે આવ્યાં ત્યારે ઘરમાં સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો અને તિજોરીના લોકરો તૂટેલી હાલતમાં હતાં. ચોરોએ ઘરમાંથી સોના અને ચાંદીના દાગીના સહિત રોકડા 30 હજારની ચોરી કરી હતી. મહિલાએ ઘરમાં કુલ 1.12 લાખની ચોરી થયાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંઘાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

વિસાવદરમાં વાવાઝોડું: આમ આદમી પાર્ટીનાં ગોપાલ ઈટાલીયાની ૧૭૫૮૧ મતથી જીત

Team News Updates

Dang:ગીરાધોધનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યું

Team News Updates

રોટરી ક્લબ , ગોધરા દ્વારા નારી કેન્દ્ર માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Team News Updates