ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ આજે પૂર્ણ થઈ રહી છે, ત્યારે હવે નવાં કુલપતિ મળી ગયાં છે. યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષે મહિલા કુલપતિ નિમાયાં છે. ડો. નીરજા ગુપ્તાની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની નિમણુક માટે સર્ચ કમિટીના ત્રણ સભ્યોની નિમણુક થઈ હતી. ત્યારબાદ UGCના સભ્યની નિમણુક બાકી હતી, જે નિમણુક હવે થઈ ચૂકી છે. UGC દ્વારા છત્તીસગઢના ડૉકટર રમાશંકર કુરિલની કમિટીના સભ્ય તરીકે નિમણુક થઈ છે. હવે કુલપતિની પસંદગી માટેની પ્રક્રિયા આગળ શરૂ કરાશે.
સર્ચ કમિટી માટે ચોથા સભ્યની નિમણૂક
UGC દ્વારા કુલપતિની સર્ચ કમિટી માટે ચોથા સભ્યની નિમણુક કરાઈ છે. છત્તીસગઢના ડોકટર રમાશંકર કુરિલની કમિટીના સભ્ય તરીકે UGC એ નિમણુક કરી છે.ડોકટર રમાશંકર કુરિલ છત્તીસગઢમાં આવેલી મહાત્મા ગાંધી યુનિવર્સિટી ઓફ હોર્ટિકલચર એન્ડ ફોરેસ્ટીના કુલપતિ છે.હવે 4 સભ્યોની કમિટી બનતા અરજી મંગાવવા જાહેરાત કરાશે.જાહેરાત કર્યા બાદ 15 દિવસમાં અરજી આવશે અને અરજીની સ્ક્રુટીની કરીને નામ નક્કી કરવામાં આવશે.આમ 30 જૂન અગાઉ પ્રક્રિયા પુરી કરવામાં આવશે.
થોડા દિવસ અગાઉ જ પત્ર લખી નિમણૂક કરવા જાણ કરી હતી
શિક્ષણ વિભાગ દ્વારા થોડા દિવસ અગાઉ જ UGCને પત્ર લખીને 7 અલગ-અલગ યુનિવર્સિટીની સર્ચ કમિટીમાં કુલપતિની નિમણુક માટે UGCના સભ્યની નિમણુક કરવા જાણ કરી હતી ત્યારે હવે UGC દ્વારા નામની જાહેરાત કરવાના આવી છે.