જામનગર મહાનગર પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા રાજય સરકારની ડ્રાઈવ મેંગો મિલ્ક શેઈક, મેંગો જ્યુસ અંતર્ગત ઉનાળાની સીઝનને અનુલક્ષી ને અલગ અલગ વિસ્તારમાંથી કુલ 24 ખાદ્ય પદાર્થના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યાં. જેના પૃથ્થકરણ રીપોર્ટ આવે તે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે કાસ્ટફૂડના જુદા જુદા ધંધાર્થીઓને ત્યાંથી આરોગ્યને હાનિકારક અંદાજે 45કિલો જથ્થાનો નાશ કરેલ હતો.
આજે ફૂડશાખાના અધિકારીઓ અને તેની ટીમે ધારેશ્વર ડેરી સ્વીટ પેલેસ કેરી નો રસ(લુઝ), લીમડા લાઈન, શ્રી અંબિકા ડેરી પ્રો. માંથી કેરીનો રસ (લુઝ)54 દિ’પ્લોટ, જગદીશ પાન કોલ્ડ્રીંકસ મેંગો મિલ્ક શેઈક (લુઝ), જી.જી.હોસ્પિટલ સામે, રંગોલી શ્રી ક્રિષ્ના જ્યુસ ફાસ્ટફૂડ મેંગો મિલ્ક શેઈક (લુઝ),જી.જી.હોસ્પિટલ સામે,ન્યુ નીલમ જ્યુસ લચ્છી મેંગો મિલ્ક શેઈક (લુઝ) ક્રિકેટ બંગલો પાસે,ગુરુદ્વારા,નુરી જ્યુસ સેન્ટર મેંગો જ્યુસ (લુઝ) એમ.પી.શાહ મેડીકલ કોલેજ સામે, રાજ ટી સ્ટોલ મેંગો જ્યુસ (લુઝ) જી.જી.હોસ્પિટલ રોડ,ઈશ્વર કોલ્ડ્રીંક્સ મેંગો મિલ્ક શેઈક (લુઝ)જી.જી.હોસ્પિટલ રોડ, બોમ્બે ફ્રુટ જયુસ મેંગો મિલ્ક શેઈક (લુઝ)જી.જી.હોસ્પિટલ સામે,કિરીટ સ્વીટ ફરસાણ કેરી નો રસ (લુઝ)9/1પટેલ કોલોની જલારામ ખમણ કેરી નો રસ (લુઝ રામેશ્વર ચોક કમલેશ ડેરી કેરી નો રસ (લુઝ)54 દિગ્વિજય પ્લોટ શ્રી અંબિકા ડેરી ફાર્મ મેંગો મિલ્ક શેઈક (લુઝ) 21 દિગ્વિજય પ્લોટ,શ્રી સદગુરુ ડેરી ફાર્મ મેંગો મિલ્ક શેઈક (લુઝ)24 દિગ્વિજય પ્લોટ,શ્રી લક્ષ્મી ફૂસ જ્યુસ મેંગા મિલ્ક શેઈક(લુઝ) જી.જી.હોસ્પિટલ સામે, શ્રી અંબિકા સ્વીટ નમકીન કેરીનો રસ (લુઝ)શરૂ સેક્શન રોડ જ્યુસ મેંગો મિલ્ક શેઈક(લુઝ)એસ.ટી. સામે બેમિસાલ ફ્રૂટૂસ સેન્ટર મેંગો મિલ્ક શેઈક(લુઝ) એસ.ટી.સામે,રામમંદિર શેક સ્નેકસમેંગો મિલ્ક શઈક (લડુઝ) એસ.ટી.સામે,શિવસાગર જ્યુસ સ્નેકસ મેંગો મિલ્ક શેઈક(લુઝ)જોલી બંગલો પાસે ગાંધી સોડા શોપ મેંગો મિલ્ક શેઈક(લુઝ) જોલી બંગલો પાસે, કૃણાલ જ્યુસ સ્નેક્સ મેંગો મિલ્ક શેઈક(લુઝ)જોલી બંગલો પાસે,મહેક જ્યુસ સ્નેક્સ મેંગો મિલ્ક શેઈક(લુઝ) જોલી બંગલો પાસે,શ્રી આશાપુરા જ્યુસ સીઝન સ્ટોર મેંગો મિલ્ક શેઈક(લુઝ)14દિ’પ્લોટ ચેકીંગ હાથ ધરી લુઝ મેંગો શેઈક, મિલ્ક કોઈક, કેરીનો રસના નમુનક લેવાની કાર્યવાહી કરેલ હતીજામનગર મહાનગર પાલિકા ના એક,એસ.ઓ.દ્વારા અલગ-અલગ વિસ્તારમાં આવેલ ફાસ્ટફૂડ, હોટલ-રેસ્ટોરન્ટ, વગેરે સ્થળો એ રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સાથે સફાઈ અને સ્વાછતા જાળવવી, હાઈજેનિક કંડીશન મેન્ટેન કરવા, સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારીના ફીટનેશ સર્ટીલિકેટ કરવા, તેમજ પ્રિન્ટેડ પસ્તી ન વાપરવા અંગે સુચના આપવામાં આવેલ હતી.પીઝા કીંગ સાધના કોલોની સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઈજેનિક કંડીશન મેન્ટેન કરવા ધ સ્નેક ચેટ 500 ગ્રામ બોઈલ બટેટા નાશ કરાવેલ.
ડી.ડી.એસ. કિચન પાર્સલ પોઈન્ટ 1 કિલો રાઈસ, 500 ગ્રામ બટેટા નાશ કરાવેલ વિલિયમ્સ ઝોન પીઝ્ઝા ગ્રીન સીટી 2 કિલો બોઈલ બટેટા, 1 કિલો બ્રેડ ,500 ગ્રામ ચણા, 1 કિલો બોઈલ મકાઈ, 500 ગ્રામ રાઈસ અનહાઈજેનિક કંડીશન મા જણાતા નાશ કરાવેલ. શિવમ ફૂડ રણજીતસાગર રોડ 2 કિલો મંચુરિયન, 1 કિલો ભાત, 2 કિલો ગ્રેવી, 500ગ્રામ ડ્રેગન પોટેટો, નાશ કરાવેલ, જે.ડી. ફાસ્ટફૂડ, રણજીતસાગર રોડ 15 કિલો સોસ લેબલ વગર નો જણાતા નાશ કરાવેલ.બેઠક રેસ્ટોરન્ટ, ભોલેનાથ જ્યુસ સેન્ટર ખોડીયાર કોલોની 10 લીટર ક્લરવાળી ચાસણી મળી આવતા નાશ કરાવેલ, અજંતા નાસ્તા ભુવન અનુપમ ટોકીઝ પાસે મળી કુલ અંદાજે 45 કિલો જથ્થાનો નાશ કરેલ હતો. મહાનગરપાલિકા ને અઠવાડિયા દરમિયાન મળેલ ઓનલાઈન તેમજ ટેલીફોનીક-ઓફલાઈન ફરીયાદ નો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવેલ હોવાનું ફૂડ શાખા દ્વારા જણાવ્યું હતું.